શોધખોળ કરો

Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Weather Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 19 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

Weather Rain Forecast:ગુજરાતભરમાં હાલ ચોમાસુ સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે.  ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં  પણ  ભારે વરસાદનું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.  પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા,  પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.  

હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચ દિવસ રાજ્યના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં  ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પણ થઇ શકે છે વરસાદ. બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, ભરૂચ, સુરત,ડાંગ,તાપી, રાજકોટ, પોરબંદર, દ્વારકા,જામનગરમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં આજે સામાન્ય વરસાદનું અનુમાન છે. ભારે પવન સાથે વરસાદના અનુમામને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.  

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ વરસી ચૂક્યો  છે.  સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 6.04, દક્ષિણ ગુજરાતમાં 5.74, મધ્ય ગુજરાતમાં 4.75 ટકા વરસાદ નોંધાયો છે.. તો કચ્છમાં 3.94 ટકા અને ઉત્તર ગુજરાતમાં  1.40 ટકા વરસાદ વરસ્યો છે. જમ્મુ-કશ્મીરથી તામિલનાડુ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. દિલ્લી, રાજસ્થાન, યુપી સહિતના રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાર્વત્રિક વરસાદથી સૌરાષ્ટ્રના જળાશયોમાં ધીમે ધીમે નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. 14 જળાશયોમાં નવા નીરની આવક થતાં રૂપાવટીમાં 12,સસોઈ-2માં 17 ફુટ પાણી આવ્યુ.. 30 ડેમ સાઈટ પર અડધાથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજ્યના 207 જળાશયોમાં કુલ 38.19 ટકા જળસંગ્રહ છે.  સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 13.22, કચ્છના 20 જળાશયોમાં 21.99 ટકા જળસંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.51 ટકા અને  દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 31.76 ટકા જળસંગ્રહ.. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.73 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ  છે.

દિલ્હી, યુપી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મંગળવાર (25 જૂન, 2024)ના રોજ ચોમાસું આવી ગયું છે.

IMDએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મંગળવારે (25 જૂન, 2024) રાજસ્થાન પહોંચ્યું. ચોમાસાની ઉત્તરીય સીમા મુંદ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિદ્ધિ, ચાઈબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થઈ રહી છે.  હાલ  ચોમાસું લલિતપુર થઈને યુપી પહોંચી ગયું છે.હવામાન વિભાગે કહ્યું કે, ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના ભાગોમાં આગળ વધી ગયું છે. વિભાગે કહ્યું કે, આવી સ્થિતિમાં આગામી સાત દિવસમાં પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Embed widget