Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટકેલું છે, જો કે આગામી દિવસાં મોનસૂન એક્ટિવ થવાનો હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યો છે.
Rain Forecast: ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી કર્યાં બાદ દક્ષિણ ગુજરાતમાં મોનસુન થંભી ગયુ છે. જો કે આગામી 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,દમણ ને દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોનસૂન વધુ સક્રિય બની શકે છે. જેના પગલે આગામી 2 દિવસમાં વરસાદ સાથે રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિકલાક રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવાઇ રહી છે.
આજે કયાં વરસશે વરસાદ
20 જૂને પંચમહાલ ,દાહોદ, વડોદરા ,છોટાઉદેપુર , નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી જુનાગઢ ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ ,કચ્છમાં વરસાદનું અનુમાન છે.
21 જૂને ક્યાં પડશે વરસાદ
21 જૂન અમદાવાદ, આણંદ ,વડોદરા ,સુરત ,નવસારી ,વલસાડ તાપી, દમણ ,દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી છે.
22 જૂને અહીં પડશે વરસાદ
22 જૂન અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદનું અનુમાન છે.
23 જૂન આ જિલ્લામાં વરસાદનું અનુમાન
23 જૂને બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 25 26 જુને સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદ થઇ શકે છે.