શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. સોમનાથ, પોરબંદર, દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે.. નાની બોટ બંધ કરવાની ચેતવણી અપાઇ છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદનું અનુમાન છે.  આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.  તો મધ્ય ગુજરાતના મહીસાગર, છોટા ઉદેપુર, આણંદમાં પણ  વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. .. સોમનાથ, પોરબંદર, દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે. .. નાની બોટ બંધ કરવાની ચેતવણી અપાઇ છે..

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે  અનુમાન વ્યક્ત કર્યું છે. તો અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.  આજે અને સોમવારે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ તો રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ  વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં મેઘમહેર જોવા મળી . 35 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.  ઉમરગામમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સાત ટકા વરસાદ વરસ્યો છે.  

શુક્રવારે સાંજે અમદાવાદમાં પવન સાથે સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસ્યો. જોધપુર, વાસણા, સરખેજમાં એક ઈંચથી વધ,  વરસાદ વરસ્યો.. વરસાદથી જશોદાનગર, મકરબા, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

દિલ્લીમાં ભારે વરસાદ અને એયરપોર્ટ પર છત ધરાશાયી થતા વિમાની સેવા પણ પ્રભાવિત થઇ હતી.  દિલ્લી અમદાવાદની ફ્લાઈટ રદ થતા 200થી વધુ મુસાફરો રઝળ્યાં હતા.  અમદાવાદથી ટેકઓફ થતી દિલ્લીની 10 ફ્લાઈટો એક કલાકથી વધુ મોડી પડી હતી.

દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્લી, કર્ણાટક,યુપી, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.. તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી  છે.

ધોધમાર વરસાદથી રાજસ્થાનના જોધપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા. રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને  હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  તેલંગાણાના આસિફાબાદમાં ભારે વરસાદના કારણે નદીમાં ગાંડી તરૂ બની હતી. .. નદી પાર કરી રહેલા 50થી વધુ પશુઓ તણાયા હતા. કેટલાક પશુઓને રાહત અને બચાવ દળની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યાં હતા.  

88 વર્ષમાં પ્રથમ વાર દિલ્લીમાં જૂન મહિનામાં વરસ્યો એક જ દિવસમાં 10 ઈંચથી વધુ વરસાદ.. મૂશળધાર વરસાદથી રાજધાની થયું જળબંબાકાર.. સડકો પર સર્જાયો લાંબો ટ્રાફિક જામ..દિલ્લીમાં જળબંબાકારને લઈને એલજીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.  બે મહિના સુધી અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે.  દિલ્લી સરકાર, પીડબલ્યુ ડી, એમસીડી અને દિલ્લી જળ વિભાગને ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ કરવા નિર્દેશ કરાયા છે.  વરસાદે દિલ્લીના હાલ બેહાલ કર્યાં છે. દિલ્લીના આઝાદપુર અન્ડરપાસ પાસે પાણીમાં બસ ફસાઈ જતાં  બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવારેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાહત અને બચાવની ટીમે  21 લોકોને બચાવ્યા હતા.  

ભારે વરસાદની વચ્ચે ગ્રેટર નોઈડામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી  અહી નિર્માણાધીન મકાનની દીવાલ ધરાશાયી થતા છ બાળકો દટાયા હતા. જેમાં  ત્રણના મોત થયાં છે ,ત્રણેય બાળકો નાનીના ઘરે  વેકેશન માણવા આવ્યાં હતા.યુપીની રાજધાની લખનઉમાં પણ  મોસમનો મિજાજ બદલાતા . સ્થાનિકોને ભીષણ ગરમીથી રાહત મળી છે.અહીં   ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં  વરસાદી પાણી ભરાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
New Law: ઇ-એફઆઇઆરથી લઇને વીડિયો કોન્ફરન્સથી ટ્રાયલ સુધીની સુવિધા, જાણો નવા કાયદાઓ વિશે
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Embed widget