Gujarat Rain Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદનું અનુમાન નથી પરંતુ આગામી 5 દિવસ છૂટછવાયો વરસાદ વરસશે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘમહેર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ ગાંધીનગર શહેર સહિત આસાપાસના ગામડામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે ગુજરાતમાં 5 દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં કાલથી ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ શુક્ર અને શનિવારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જેમાં ડાંગ, તાપી, નવસારી,વલસાડમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે વરસાદને લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આવતી કાલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયા સામાન્ય વરસાદનું શક્યતા છે. અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે. અહીં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. સમગ્ર દેશના હવામાનની વાત કરીએ તો 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે
દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશના ઉત્તર પશ્ચિમમાં બુધવારથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં, શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં, અલકનંદા નદીમાં પુલનો એક ભાગ તૂટી પડતા નદીના જોરદાર પ્રવાહમાં એક મજૂર ધોવાઈ ગયો હતો. દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો હતો. હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ), પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં 3 થી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય પૂર્વથી પશ્ચિમ ભારત, ઓડિશા, પૂર્વોત્તર રાજ્યો, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.