શોધખોળ કરો

Weather Update Today: દેશના આ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, તો આ વિસ્તારમાં ઘટશે ઠંડી

ગુજરાતના મોટા ભાગના શહેરમાં તાપમાન 15 ડિગ્રીને પાર પહોંચતા શિયાળો વિદાય લઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આગામી પાંચ દિવસ રાજ્યાં તાપમાન 14થી 16 ડિગ્રી વચ્ચે રહેવાનો અનુમાન છે

Weather Update Today:ગુજરાતમાં શિયાળાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના 12 શહેરોમાં તાપમાનનો  પારો 15 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં પ્રમાણસર ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નહીંવત  છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં સવારે હજુ પણ  કડકડતી ઠંડીનો માર યથાવત છે. 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 12.4 ડિગ્રી પર પહોંચ્ય્યું, પોરબંદર, ભૂજ,કેશોદ, મહુવામાં પણ તાપમાનના પારો  14 ડિગ્રીએ પહોંચ્યો.

અમદાવાદમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર થતા ઠંડીનું પ્રમાણ નહિવત અનુભાવાઇ રહ્યું છે.  અમદાવાદમાં મિશ્ર સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને મોડી રાત સિવાય લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં ચે. .. અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 12.3 ડિગ્રી પર પહોંચ્યો.. આગામી પાંચ દિવસ 14થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી છે.

તો પહાડી રાજ્યોમાં કાતિલ ઠંડીનો માર યથાવત છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારો અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સાથે હિમ વર્ષાની હવામાન વિભાગની આગાહી  કરવામાં આવી છે.

દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો ચઢતા ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટી રહ્યું છે. તો બીજી તરફ યુપી સહિત આ વિસ્તારમાં વરસાદનું અનુમાન છે.

ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં ઠંડીનું મોજું યથાવત છે, પરંતુ ટૂંક સમયમાં જ લોકોને તીવ્ર ઠંડી અને કોલ્ડવેવથી રાહત મળવાની છે. આગામી 48 કલાકમાં ઠંડીનો પ્રકોપ ઓછો થવાની સંભાવના છે. દરમિયાન, 31 ડિસેમ્બરથી પશ્ચિમ યુપી અને પૂર્વીય યુપીના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની સંભાવના છે.

તો બીજી તરફ દિલ્લીની વાત કરીએ તો આ શિયાળામાં હવામાનનો મિજાજ જ નહીં, તેની આગાહી પણ એક કોયડો બની ગઈ છે. જો આગાહી ઠંડી હોય તો સૂર્ય ચમકે છે અને જ્યારે આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવે છે તો દિવસભર વાદળછાયું વાતાવરણ રહે છે. ઉદાહરણ તરીકે, શનિવારે, દિવસભર  સૂર્યપ્રકાશ રહ્યો,, તેથી માત્ર તાપમાનમાં વધારો થયો ન હતો, પરંતુ ઠંડીમાં પણ અચાનક ઘટાડો થયો હતો. પરંતુ રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ફરી વધારો થયો હતો. તાપમાન પણ સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું.

આ વિસ્તારોમાં ધુમ્મસનું એલર્ટ

યુપીના દેવરિયા, બલિયા, મૌ, ગાઝીપુર, આઝમગઢ, જૌનપુર, સુલતાનપુર, આંબેડકર નગર, લખનૌ, હરદોઈ, શાહજહાંપુર, બદાઉન, ભીમ નગર, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત, જાલૌન, હમીરપુર, ઝાંસી, લાઉનપુરમાં મધ્યમથી ગંભીર. ગાઢ ધુમ્મસની સંભાવના છે.

ટ્રેન અને હવાઈ મુસાફરી પર ધુમ્મસની અસર

સવારે 7:30 વાગ્યે IGI એરપોર્ટ પર વિઝિબિલિટીનું ન્યૂનતમ સ્તર 1200 મીટર નોંધાયું હતું. ધુમ્મસના કારણે 70થી વધુ ટ્રેનો દિલ્હી મોડી પહોંચી હતી. 20 ટ્રેનોના ઉપડવાનો સમય બદલવો પડ્યો. હઝરત નિઝામુદ્દીન-જબલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 19 કલાકથી ઉપડશે અને તેલંગાણા અને દરભંગા હમસફર ક્લોન એક્સપ્રેસ સોમવારે 12 કલાકથી વધુ વિલંબ સાથે ઉપડશે.

, IGI એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સંખ્યા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરતા બમણી હતી. રવિવારે 100 ડોમેસ્ટિક ફ્લાઇટમાં વિલંબ થયો હતો.જેમાંથી 57 મોડી ઉપડી હતી અને 43 એરપોર્ટ પર મોડી આવી હતી.તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટની વાત કરીએ તો રવિવારે કુલ 44 ફ્લાઇટ્સ મોડી પડી હતી.આમાંથી 44 ફ્લાઇટ્સ મોડી પડી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget