(Source: Poll of Polls)
Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી
IMDએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના કિનારે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન રચાયું છે જે ધીમે ધીમે સમગ્ર ઝારખંડમાં પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
Weather Update:દેશના ઉત્તર પશ્ચિમમાં બુધવારથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં, શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં, અલકનંદા નદીમાં પુલનો એક ભાગ તૂટી પડતા નદીના જોરદાર પ્રવાહમાં એક મજૂર ધોવાઈ ગયો હતો. દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો હતો. હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ), પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં 3 થી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય પૂર્વથી પશ્ચિમ ભારત, ઓડિશા, પૂર્વોત્તર રાજ્યો, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
#WATCH | Odisha: Locals catch fish at the inundated National Highway 57 in the Boudh area after ponds of the fisheries department got flooded following heavy and continuous rainfall
— ANI (@ANI) August 2, 2023
Lipsa Pattnaik, District Fisheries Officer, Boudh says, " Around two tonnes of fish washed away… pic.twitter.com/uM1x3h625U
IMDએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના કિનારે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન રચાયું છે જે ધીમે ધીમે સમગ્ર ઝારખંડમાં પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, ઓડિશા, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. IMD એ 3 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સહિત બાકીના રાજ્યો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઓડિશામાં ભારે વરસાદ, અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ
બુધવારે ઓડિશાના અંગુલ, બાલાસોર, ભદ્રક, ઢેંકનાલ, ગજપતિ, જાજપુર, ઝારસુગુડા, કેઓંઝર, મયુરભંજ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્રે સાવચેતીના પગલારૂપે શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.