વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટીન જાહેર
પાકિસ્તાનના કરાંચીથી દક્ષિણ -દક્ષિણપશ્ચિમ તરફ 290 કિ.મી દૂર છે વાવાઝોડુ. વાવાઝોડું ગુજરાતની ખુબ નજીક પહોંચ્યું છે.
Cyclone Biparjoy Effect: બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સવારે 6 કલાકે લેટેસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જે અનુસાર બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી પશ્ચિમ દક્ષિણપશ્ચિમમાં 200 કિ.મી દૂર છે વાવાઝોડું. જ્યારે વાવાઝોડુ દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 220 કિ.મી દુર છે. તો કચ્છના નલિયાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 225 કિ.મી દૂર છે. વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમમાં 290 કિ.મી દુર છે. પાકિસ્તાનના કરાંચીથી દક્ષિણ -દક્ષિણપશ્ચિમ તરફ 290 કિ.મી દૂર છે વાવાઝોડુ. વાવાઝોડું ગુજરાતની ખુબ નજીક પહોંચ્યું છે.
બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સવારના લેટેસ્ટ બુલેટીનમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેરા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
વાવાઝોડાને લઈને અનેક ટ્રેન રદ્દ
પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય' ને ધ્યાનમાં રાખીને ચક્રવાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો ને રદ્દ, આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોનાં ટ્રેન મુસાફરો માટે વિવિધ સંરક્ષા અને સુરક્ષાની સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. વર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર હવે 7 ટ્રેનોને રદ્દ, 3 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટની અને 4 ટ્રેનોને શોર્ટ ઓરજીનેટ કરવામાં આવશે. આ સાથે, ચક્રવાત 'બિપરજોય ને ધ્યાનમાં રાખીને મુસાફરો અને ટ્રેન કામગીરીમાં સુરક્ષાના સંબંધમાં સાવચેતીના પગલા તરીકે 76 ટ્રેનો રદ્દ, 36 ટ્રેનો ને શોર્ટ ટર્મિનેટ માટે જ્યારે 31 ટ્રેનો ને શોર્ટ ઓરીજીનેટ કરવામાં આવશે.
રદ થનારી ટ્રેનો:
1. 15મી જૂન, 2023 ની ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ
3. 16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09222 વેરાવળ-રાજકોટ સ્પેશ્યલ
4. 16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09516 પોરબંદર - કાનાલુસ સ્પેશ્યલ
5. 16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09596 પોરબંદર - રાજકોટ સ્પેશ્યલ
6. 16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09461 ગાંધીધામ - અમૃતસર સ્પેશ્યલ
7. 17મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09462 અમૃતસર - ગાંધીધામ સ્પેશ્યલ