Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો ઊંચે જતાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસો કેવા રહેશે જાણીએ હવામાન વિભાગનું અનુમાન

Gujarat Weather Update:હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં 35થી ઉપર તાપમના નોંધાઇ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન 35થી પણ નીચું નોંધાઇ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થશે એટલે તાપમાનનો પારો 40 સુધી પહોંચે તેવું અનુમાન છે. 2થી 3 દિવસ બાદ ગુજરાતમાં હિટવેવની શક્યતા પણ જોવાઇ રહી છે. 23 માર્ચથી ગુજરાતના કેટલાક શહેરોમાં આકરા તાપનો અનુમાન છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો સમાવેશ થાય છે,. આ તમામ શહેરોમાં 23 માર્ચ બાદ તાપમાનનો પારો 40થી પણ ઊંચે જાય તેવી શકયતા જોવાઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે 27થી 30 માર્ચ સુધી તાપમાનનો પારો 2થી3 ડિગ્રી નીચે આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેથી આ 3 દિવસ સુધી ગરમીથી થોડી રાહત મળશે પરંતુ ત્યારબાદ ફરી 30માર્ચ બાદ તાપમાનવનો પારો 40ને પાર જતાં પણ ગરમીનું પ્રમાણ વધશે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે ત્યારે પવનની દિશા બદશે અને તેના કારણે તાપમાનમાં પણ વધારો થશે. 22 અને 24 તારીખે પવનની ગતિ વધશે અને ગરમીનું પ્રમાણ પણ વધશે.
અન્ય રાજ્યોની વાત કરીઓ તો દેશભરમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસમાં ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં વધારો થવાના સંકેતો છે.
IMD અનુસાર, 21 અને 22 માર્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઘણી જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. જ્યારે હરિયાણા, પંજાબ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા મેદાની રાજ્યોમાં વાદળોની અવરજવર ચાલુ રહેશે. આ રાજ્યોમાં ગાજવીજ અને કરા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે.
દિલ્હી-NCRમાં હળવા વરસાદની સંભાવના છે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દિલ્હી-NCRમાં આગામી બે દિવસ સુધી હળવા ઝરમર વરસાદ પડી શકે છે. સ્કાયમેટ અનુસાર શુક્રવારે (21 માર્ચ) હળવો વરસાદ જોવા મળી શકે છે. આ પછી તાપમાનમાં થોડો ઘટાડો થશે, પરંતુ આગામી સપ્તાહથી આકરી ગરમી શરૂ થવાની સંભાવના છે. દિલ્હી ઉપરાંત નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ આ જ પ્રકારનું હવામાન અપેક્ષિત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
