Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય
Gandhinagar: તો બીજી તરફ વ્યાજખોરોને છોડાવવા માટે ધારાસભ્ય ભલામણ માટે નો ફોન આવતા હોવાનું રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈ પૂછવામાં આવતા DGP વિકાસ સહાય એ આ મામલે કઇ ખબર નથી એમ જણાવી બોલવાનું ટાળ્યું હતું.

Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક પછી એક ગુડાઓ સામે કાર્યાવાહી કરવામાં આવી રહી છે. કેટલાક માથાભારે તત્વોના ગેરકાયદે મકાનો પણ તોડવામાં આવી રહ્યા છે. આ અંગે રાજ્યના ડીજીપીએ જણાવ્યું કે, ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય ચૂક્યો છે.
તો બીજી તરફ વ્યાજખોરોને છોડાવવા માટે ધારાસભ્ય ભલામણ માટે નો ફોન આવતા હોવાનું રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈ પૂછવામાં આવતા DGP વિકાસ સહાય એ આ મામલે કઇ ખબર નથી એમ જણાવી બોલવાનું ટાળ્યું હતું.
ગોધરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યમાં અસામાજિક તત્વો સામે વધુ અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ રેન્જના વડા અને તમામ પોલીસ કમિશનરો સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ માહિતી આપી હતી.
રાજયના પોલીસ સ્ટેશનોને સુચના આપવામાં આવી હતી કે તેમના વિસ્તારના અસામાજિક તત્વોની લેટેસ્ટ યાદી સો કલાકમાં તૈયાર કરવામાં આવે. ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે અને શાંતિ પ્રિય રાજ્યમાં આવા સામાજિક તત્વો દ્વારા શાંતિ અને સલામતી જોખમાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવે તે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તૈયાર છે.
સો કલાકમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશન દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં 8,374 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. યાદીમાં 3240 પ્રોહિબિશનના બુટલેગર, 322 ગેમલિંગના ગુનેગારો, 2,739 સામે મારામારી ધાક ધમકી આપતા હોય તેવા અસામાજિક તત્વો, 1355 સામાજિક તત્વો કે જેઓ વારંવાર મિલકત સંબંધિત ગુનાઓ કરતા હોય છે, 68 ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા લોકોની યાદીમાં તૈયાર કરવામાં આવી છે.
આવા લોકો સામે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકારના અન્ય વિભાગોને સાથે રાખીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ યાદી બની છે તે પૈકીના મોટાભાગના અસામાજિક તત્વો સામે અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીધામ ,સુરત ,મોરબી, રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય અથવા સરકારી જમીન પર બાંધકામ કર્યું હોય તે બાંધકામના ડિમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 200 ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવ્યા હતા તે પણ કાપવામાં આવ્યા છે. 148 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
