Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી ફરી વરસશે મૂશળધાર
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી વરસાદનું જોર ધટી ગયું છે. વરસાદના વિરામના કારણે ગરમી બફારાની સ્થિતિ સર્જાઇ છે. જાણીએ ફરી રાજ્યમાં ક્યારે વરસશે સાર્વત્રિક વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે. હવે ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ ક્યારે સક્રિય થશે અને ગુજરાતના ક્યાં જિલ્લામાં ક્યારે વરસાદ વરસશે જાણીએ આ વિશે વિગતવાર
હાલ એક સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતમાં પણ એકાદ તાલુકાને છોડીને વરસાદની નહિવત શક્યતા છે. કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાતમાં આવતી કાલથી વરસાદનું જોર ઘટી જશે. ટ્રફ રેખા ઉપર જતી રહેતા ગુજરાતમાં 23 જુલાઇ સુધી વરસાદનું જોર ઘટી જશે. આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર વરસાદ લાવતી સિસ્ટમ ફરી નબળી પડી જશે. જેથી આગામી 23 જુલાઇ સુધી ગુજરાતમાં વરસાદનું ફરી જોર ઓછું થઇ જશે. જો કે 23 જુલાઇની આસપાસ બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવી શકે છે. આ સિસ્ટમ મજબૂત બને તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા ઓછી હોવાથી ફરી તાપમાનનું પ્રમાણ વધશે અને જેના કારણે ગરમી બફારાનો અનુભવ થશે
ક્યાં કેટલો વરસાદ વરસ્યો વરસાદ
ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટછવાયો મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દાંતામાં બે કલાકમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો પાલનપુરમાં 2 કલાકમાં 2.09 ઈંચ વરસાદ પડ્યો છે. લાખણીમાં 2 કલાકમાં 1.38 ઈંચ,
ધાનેરામાં 2 કલાકમાં 1.06 ઈંચ,વડગામમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી દાંતા-પાલનપુરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલનપુર હાઈવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલનપુર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.





















