Weather Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ, આગામી 7 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. આગામી સાત દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. કેટલાક વિસ્તારમાં આજે પણ છૂટછવાયો વરસાદ નોંધાયો છે.

Weather Forecast:હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ તાપમાનમાં ઘટાડો થશે અને કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે તો ક્યાંક છુટછવાયો વરસાદ વરસી શકે છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા , છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે.
5 અને 6 મેએ ક્યાં થશે માવઠું
સોમ અને અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના છે.
7 અને 8 મેએ અહીં વરસશે વરસાદ
આગામી બુધવાર અને ગુરૂવારે એટલે કે 7 અને 8 મેના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરતમાં કમોસમી વરસાદની શક્યતા છે. . તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
ગુજરાત સિવાયના અન્ય રાજ્યની વાત કરીએ તો અહીં પણ મૌસમનો મિજાજ બદલાયો છે, મે મહિનાથી દિલ્હી અને યુપીમાં હવામાન ખુશનુમા બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં કરા, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આ સાથે હવામાન વિભાગે લોકોને સાવધ રહેવાની પણ અપીલ કરી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને બંગાળનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હિમાચલ, બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દેશની રાજધાની માટે યલો એલર્ટ અને હિમાચલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.





















