Weather Forecast: આગામી 7 દિવસ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે.

Weather Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આજે વલસાડ,નવસારી, સુરત,ડાંગમાં ભારે વરસાદનું અનુમાન છે.
મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન
મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં તાબડતોબ રસ્તાના અવરોધો દૂર કરવા અને પૂર્વવતા કાર્યરત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂર્વોતર રાજ્યોમાં ચોમાસાનો પહેલા રાઉન્ડનો વરસાદ આફતરૂપ બની રહ્યો છે. મિઝોરમ સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને મહાનુભાવો અને અધિકારીઓને ખરાબ હવામાનને કારણે પ્રવાસીઓને રાજ્યની મુલાકાત મુલતવી રાખવા જણાવ્યું છે. રાજ્યના અનેક ભાગોમાં ભૂસ્ખલનના કારણે રસ્તા બ્લોક છે. અહીં ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 2 જૂનના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ભારે વરસાદના કારણે પૂર્વતર રાજ્યોમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે.
અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડનો સમાવેશ થાય છે, જ્યાં આગામી 24 થી 48 કલાકમાં હવામાન બગડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. અરુણાચલ પ્રદેશ (10), મેઘાલય (6), મિઝોરમ (5), સિક્કિમ (3) અને ત્રિપુરા (1) સિવાય એકલા આસામમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. IMD એ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસ સુધી પૂર્વોત્તરના મોટાભાગના ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે અને 3 જૂને કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સૌથી વધુ અસરગ્રસ્ત લખીમપુર જિલ્લાની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.





















