શોધખોળ કરો

સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિને લઇ મોટા સમાચાર, જાણો સેક્રેટરી તરીકે કોની નિમણૂંક કરાઈ

PM નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વેરાવળ : દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને  વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નિયુક્તિને લઇને  મોટા સમાચાર સામે આવ્યાં  છે.  સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈની નિમણુંક કરવામાં આવી છે. યોગેન્દ્ર દેસાઈ યોગેન્દ્ર દેસાઈ મૂળ જૂનાગઢના છે અને CMO માં ફરજ બજાવતા હતા.સોમનાથ ટ્રસ્ટમાં પી.કે.લહેરી સેકેટરી તથા ટ્રસ્ટી બન્ને કાર્યભારમાં હતા, હવે પી.કે. લહેરી માત્ર ટ્રસ્ટી તરીકે કાર્યરત રહેશે.PM નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક 

તાજેતરમાં 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની  121મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં  સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી. સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલભાઇ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી.

આ સાથે જ તિર્થ પુરોહિતોના ચોપડાનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું

આ બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહ, પ્રો. જે ડી પરમાર, હર્ષવર્ધન નિઓટીયા અને પ્રવિણભાઇ લહેરીએ રૂબરૂ હાજરી આપી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીએ ઓનલાઇન હાજરી આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

Embed widget