(Source: ECI/ABP News/ABP Majha)
7 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કર્યા બાદ એકાએક આણંદના આ ગામે નિર્ણય રદ્દ કર્યો
ગામના સરપંચે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન આગામી 07 દિવસ માટે જાહેર કરાયું છે.
આણંદના સારસા ગામે સ્વૈચ્છિક લોકડાઉન રાખવા સામે ગ્રામ પંચાયતે લોકડાઉન રદ કરતો પત્ર ઇસ્યુ કર્યો છે. જેના કરાણે સ્વૈચ્છીક લોકડાઉન રદ કરાવામાં આવ્યું છે. સ્થાનિક વ્યાપારીઓને આર્થિક નુકશાન થતું હોવાથી લોકડાઉન રદ કરવામાં આવ્યું છે. જો કે આજથી 7 દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયુ હતું, પણ વિરોધ થતા રદ કરાયું છે. સવારે માત્ર 3 કલાક જ દુકાનો બંધ રહી હતી.
નોંધનીય છે કે આ પહેલા આણંદ જિલ્લાના સારસા ગામમાં એક સાથે 25 જેટલા કેસ નોંધાતા ગ્રામ પંચાયતે સતર્કતાથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો હતો.
સારસા ગામમાં 16 માર્ચ સુધી જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તો ગામમાં લોકોએ પણ માસ્ક પહેરવાના અને સોશલ ડિસ્ટંસના નિયમનું કડક પાલન કરવાનું રહેશે.
સારસા ગામના સરપંચે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન આગામી 07 દિવસ માટે જાહેર કરાયું છે. સવારના 10 વાગ્યાબાદ તમામ બજારો, હોટલો સહિતના વેપારધંધા બંધ રાખવા જણાવ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં તમામ દુકાનો, ગલ્લાઓ સહિત ધંધા-રોજગારની દુકાનો બપોરે બાર કલાક પછી બંધ રાખવામાં આવે. ત્યારબાદ ગામમાં માસ્ક વગર કોઈ પણ જગ્યાએ બેસવાનું નહીં, ગામના વોર્ડ સભ્યોએ પણ ગામના દરેક નાગરીકને ચુસ્ત પણે પાલન કરાવવા સુચનાઓ આપવામાં આવી હતી.
સારસા ગામમાં આજે એક સાથે 25 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેના કારણે આણંદ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનું પ્રમાણ વધી રહેલા હોઈ સારસા ગામમાં પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉનની જાહેરાત કરાઈ હતી.