(Source: ECI/ABP News/ABP Majha)
CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ PM મોદીને પહેલી વખત મળવા જશે, જાણો ક્યાં મુદ્દે થશે ચર્ચા
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્લીના પ્રવાસે જનાર છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્લી જશે અને કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા થશે
નવી દિલ્લી:નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્લીના પ્રવાસે જનાર છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્લી જશે અને કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા થશે
નવા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્લીના પ્રવાસે જનાર છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્લી જશે અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.દિલ્લીમાં મુખ્ય મંત્રી પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લેશે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પહેલા PM મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો અને સોમવારનો સમય મુલાકાત માટે નિશ્ચિત થયો છે. મુલકાત દરિયાન ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રી બન્યાની શુભકામના પાઠવતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જ્યારે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા ત્યારે અમિત શાહ ઉપસ્થિત હોવાથી તેની સાથે ચાર્જ સંભાળ્યા પહેલા જ મુલાકાત થઇ હતી. જ્યારે તેઓ સોમવારે ચાર્જ સંભાળ્યા બાદ હવે પીએમ મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરશે.
દિલ્લીના CM કેજરીવાલે શું કરી મહત્વની જાહેરાત
ઉત્તરાખંડની ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, જાણો બેરોજગાર યુવકોને શું આપ્યું આશ્વવાસન.અરવિંદ કેજરીવાલએ ઉત્તરાખંડની ચૂંટણી પહેલા એક લોભામણી મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની જાહેરાત કરી છે.
હલ્દાની: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉત્તરાખંડના હલ્દાની પહોંચ્યાં હતા. અહી ઉત્તરાખંડની ચૂંટણીને પૂર્વે તેમણે એક મહત્વની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડના બધા જ બેરોજગાર યુવકોને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. આટલું જ નહીં જ્યાં સુધી બેરોજગારને યુવકને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુથી બેરોજગારીલ ભથ્થા તરીકે દર મહિને 5 હજાર રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો.