શોધખોળ કરો

Rain Forecast: 15 સપ્ટેમ્બર બાદ ફરી પડશે રાજ્યમાં ધોધમાર વરસાદ કે જશે સાવ કોરો, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Rain Forecast: હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 17 સપ્ટેમ્બર બાદ પૂર્ણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલાન કર્યું છે.

Rain Forecast:   ભાદરવા માસમાં  ફરી અષાઢ જેવો  વરસાદી માહોલ જામે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે 17થી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન કરતા કહ્યું કે, “બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં 10 થી 12 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે. આ સિસ્ટમની અસર પૂર્વ ગુજરાત અને up તરફ જવાની શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગીધરા વગેરે ભાગોમાં ભારે વરસદ પડવાની શક્યતા  છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ રહેવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે  તો દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. અંબાજીના ડુંગરના ભાગોમાં પણ વરસાદ હળવા ઝાપટાંનું અનુમાન છે. પાટણ, સમી, હારીજ, બેચરાજી,, કડી, કલોલ, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં આજથી પડી શકે છે. 17 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.”

આજે ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે,  12 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યુ છે

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાતના ચાર અને ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.  તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  ભારે વરસાદની આગાહીને પગલે બંન્ને સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાલનપુર, વડગામ અને અમીરગઢમાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા  પાણી પાણી  થઇ ગયા છે.  બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 23 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં મેઘતાંડવના કારણે  વડીયા, મોરવાડા, ખાખરીયા, અર્જૂનસુખ, તોરી, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે.  અમરેલીના ધારી અને ગીર પંથકમાં પણ ભારે વરસાદથી ચારેય તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.  સરસીયા, માધુપુર, વીરપુર સહિતના ગામોમાં ધોધમાર  વરસાદ વરસ્યો.  ધોધમાર વરસાદથી સરસીયાના રસ્તાઓ પર નદીઓના દ્રશ્યો  સર્જાયા હતા.  

પાણીની ભરપૂર આવકથી મહીસાગરના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા છે. એક લાખ 81 હજાર 735 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે . હાલ બે લાખ 83 હજાર 677 ક્યુસેક પાણીની આવક થતાં  ડેમની જળસપાટી 417.2 ફુટે પહોંચી છે.

કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં ધોડાપુરની સ્થિ સર્જાઇ છે.  ઉપરવાસમાંથી પાણીની ભારે આવકથી હજુ પણ વધુ માત્રામાં પાણી છોડાય તેવી શક્યતા.. નદીકાંઠાના 106 ગામોને એલર્ટ રહેવા માટે સ્થાનિક પ્રશાસને સૂચના  આપી છે.

સુરત જિલ્લાના ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદથી દેવઘાટ ધોધ વધુ પ્રચંડ બન્યો છે. દેવઘાટના અદભૂત દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. ઉમરપાડા તાલુકામાં છ કલાકમાં વરસેલા ધોધમાર 10 ઈંચ વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં

રાજ્યના ડેમની શું છે સ્થિતિ?

રાજ્યના કુલ 207 પૈકી 119 જળાશયો ઓવરફ્લો થયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 99 ડેમ સંપૂર્ણ ભરાયા છે . તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ પણ ઓવરફ્લો થયા છે.  પાણીની ભરપૂર આવકથી રાજ્યના 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે  તો 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે

આ પણ વાંચો

Navaratri 2024: રાજકોટમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતાં પહેલા આ નિયમો જાણીએ લો, નહિ તો નહિ મળે પ્રવેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
Embed widget