Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
મધ્ય ગુજરાતના ચાર અને ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.
Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે, 12 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાતના ચાર અને ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે બંન્ને સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાલનપુર, વડગામ અને અમીરગઢમાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થઇ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 23 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં મેઘતાંડવના કારણે વડીયા, મોરવાડા, ખાખરીયા, અર્જૂનસુખ, તોરી, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. અમરેલીના ધારી અને ગીર પંથકમાં પણ ભારે વરસાદથી ચારેય તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. સરસીયા, માધુપુર, વીરપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી સરસીયાના રસ્તાઓ પર નદીઓના દ્રશ્યો સર્જાયા હતા.
પાણીની ભરપૂર આવકથી મહીસાગરના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા છે. એક લાખ 81 હજાર 735 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે . હાલ બે લાખ 83 હજાર 677 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 417.2 ફુટે પહોંચી છે.
કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં ધોડાપુરની સ્થિ સર્જાઇ છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવકથી હજુ પણ વધુ માત્રામાં પાણી છોડાય તેવી શક્યતા.. નદીકાંઠાના 106 ગામોને એલર્ટ રહેવા માટે સ્થાનિક પ્રશાસને સૂચના આપી છે.
સુરત જિલ્લાના ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદથી દેવઘાટ ધોધ વધુ પ્રચંડ બન્યો છે. દેવઘાટના અદભૂત દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. ઉમરપાડા તાલુકામાં છ કલાકમાં વરસેલા ધોધમાર 10 ઈંચ વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં
રાજ્યના ડેમની શું છે સ્થિતિ?
રાજ્યના કુલ 207 પૈકી 119 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 99 ડેમ સંપૂર્ણ ભરાયા છે . તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ પણ ઓવરફ્લો થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે તો 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે.