અમદાવાદના આ 10 વિસ્તારમાં રખડતાં પશુ દેખાશે તો માલિક પર થશે કાર્યવાહી, જાણો શું બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે એક જાહેરનામું બહાર પાડયું છે. જે જાહેરનામાં પ્રમાણે હવે શહેરના દસ ઝોનમાં જો પશુ રખડતા દેખાશે તો પશુના માલિક સામે કાર્યવાહી કરાશે.
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે એક જાહેરનામું બહાર પાડયું છે. જે જાહેરનામાં પ્રમાણે હવે શહેરના દસ નો ઝોનમાં જો પશુ રખડતા દેખાશે તો પશુના માલિક સામે કાર્યવાહી કરાશે.અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે એક જાહેરનામું બહાર પાડયું છે. જે જાહેરનામાં પ્રમાણે હવે શહેરના દસ નો ઝોનમાં જો પશુ રખડતા દેખાશે તો પશુના માલિક સામે કાર્યવાહી કરાશે. આ દસ વિસ્તારમાં આશ્રમ રોડ, રિવર ફ્રન્ટ પશ્ચિમ, નારણપુરા, નવરંગપુર, ઉસમાનપુર, એલોસબીજ, યુનિવર્સિટી, ગુલબાઈ ટેકરા અને લો ગાર્ડન સહિત 10 વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કર્યા છે.
આ વિસ્તારમાં પશુ પાલક પોતાના ઢોર રખડતા મૂકી શકશે નહી. આ નિર્ણય ટ્રાફિક વિભાગે એક નિરીક્ષણ કરીને કર્યો છે. જેમાં ટ્રાફિક વિભાગને ધ્યાને આવ્યું છે કે, રખડતા ઢોરના કારણે ગંદકી થવી, અકસ્માત થવા, સિંગડા મારવાથી વૃક્ષને નુકશાન થવું, ટ્રાફિકને અડચણ રૂપ બનવું. જેવી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. જે સમસ્યાનું નિવારણ લાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડી જાહેરનામા ભંગ કરનાર સામે કાર્યવાહી કરાવાનું નક્કી કર્યું છે. આ જાહેરનામું 19 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યાથી આગામી આદેશ સુધી લાગુ રહેશે.
આ સમસ્યા મુદ્દે ટ્રાફિક વિભાગને એ પણ ધ્યાને આવ્યું છે કે, શહેરમાં છેલ્લા 18 દિવસમાં રખડતા ઢોર મામલે 1281 પશુ પકડી 99 ફરિયાદ થઈ હતી.છે. જેમાં ગત રોજ નિકોલમાં ઢોર મામલે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ. આ કેસના પગલે પશુપાલકોએ નિકોલ પોલીસ સ્ટેશન બહાર દેખાવો પણ કર્યો હતા. જે પ્રકારની ઘટના ન બને માટે શહેર પોલીસે તમામ બાબતોને ધ્યાને રાખી અને કેટલાક વિસ્તારોને ધ્યાને રાખી નો કેટલ ઝોન વિસ્તાર જાહેર કરીને જાહેરનામું બહાર પાડ્યું છે.
મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર મામલે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં amc એ 18 દિવસમાં પકડેલ 1281 પશુ માંથી 172 પશુ છોડતા 9.61 લાખની amc ને આવક થઈ. તો એક વર્ષમાં amc ની ટીમે 10524 પશુ પકડ્યા, જેમાં 1349 પશુ તેમના માલિકોએ છોડાવતા 77.50 લાખનો દંડ વસુલયો. તો ચાલુ વર્ષે કુલ 777 ફરિયાદ પશુ માલિકો સામે દાખલ કરાઈ. આ એજ બાબત સૂચવે છે કે amc અને પોલીસ વિભાગ રખડતા ઢોરની સમસ્યા નિવારવા માંગી રહી છે. જોકે બીજી તરફ એ પણ પ્રશ્ન છે કે શહેરમાં ગૌચર જમીન ગાયબ થઈ જતાં પશુ ચરાવવા ક્યાં? તે પ્રશ્ન સર્જાયો છે. જો કે એટલું નિશ્ચિત છે કે પશુમાલિકો પોતાના પશુ હવે રખડતા નહી મુકી શકે નહિતો તેને કાયદારિય પ્રક્રિયામાંતી પસાર થવું પડશે.