શોધખોળ કરો

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Crime News: ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચની ધરપકડ કરી.
  • બે આરોપીઓ બોમ્બ બનાવવાની તાલીમ લેતા, ગ્રામ્ય વિસ્તારમાં પરીક્ષણ કરતા.
  • આ કાર્યવાહી અગાઉ પકડાયેલા આઠ આરોપીઓની પૂછપરછ પછી કરવામાં આવી.
  • એટીએસ આજે બપોરે આતંકી નેટવર્ક અંગે વધુ સત્તાવાર વિગતો આપશે.

Crime News: અમદાવાદમાં ગુજરાત ATSને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના આરોપમાં ATSએ વધુ પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ-સર્વેલન્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ATSએ બિબાલ શેરા, મોહમદ અયુબ કાદિવાલ, મોહમદ શફી મુખી, મોહમદ હસન કારડિયા અને મોહમદ અયુબ સુનાસરાની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ પાંચેય આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા અને કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા હતા.  તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અયુબ કાદિવાલ અને મોહમ્મદ શેરા કથિત રીતે બોમ્બ બનાવવાની તાલીમ મેળવી રહ્યા હતા. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોના અવાવરુ સ્થળોએ ટાઈમ બોમ્બ બનાવી તેનું પરીક્ષણ પણ કરતા હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે તપાસ એજન્સી વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરી છે.

આ પણ વાંચો: Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું

ઉલ્લેખનીય છે કે ,આ માહિતી પ્રાથમિક તપાસના આધારે સામે આવી છે અને આરોપીઓ સામેની તપાસ હજુ ચાલુ છે. ATS દ્વારા આજે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં સમગ્ર કેસ અંગે વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. આ કેસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.                                    

ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખ્સો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી.    

Frequently Asked Questions

તાજેતરમાં ATS દ્વારા કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે?

અમદાવાદ ATS દ્વારા આતંકવાદ વિરોધી અભિયાનમાં પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓ કઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા?

આ આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં જૈશ-એ-મોહમ્મદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા હતા. કેટલાક આરોપીઓ બોમ્બ બનાવવાની તાલીમ મેળવી ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પરીક્ષણ પણ કરતા હતા.

આ પાંચ આરોપીઓની ધરપકડ કયા આધારે કરવામાં આવી?

અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ-સર્વેલન્સના આધારે ATSએ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સી વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

શું આ પહેલા પણ આ કેસમાં કોઈની ધરપકડ થઈ હતી?

હા, 3 જુલાઈએ ગુજરાત ATS ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય 8 શખ્સોની ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget