શોધખોળ કરો

News: રાજ્યની રમતગમત શિક્ષક સહાયકની પરીક્ષાનું પરિણામ જાહેર, 4842 માંથી 1785 ઉમેદવારો પાસ, જાણો વિગતે

રાજ્યમાં રમતગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા રમતગમત શિક્ષકો માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે

Ahmedabad News: રાજ્યમાં રમતગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા રમતગમત શિક્ષકો માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. રાજ્યમાં સરકારી અને નૉન સરકારી શાળામાં રમતગમત શિક્ષકની ભરતી માટે લેવાયેલી સહાયક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે, આ વખતે આ પરિણામ 5.42 ટકા જેટલું રહ્યુ છે, ખાસ વાત છે કે, રાજ્યમાં કુલ 4842 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાં 3540 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે રમતગમત શિક્ષકોની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં રમતગમત શિક્ષકની ભરતી માટે લેવાયલી સહાયકની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે, આ વખતે પરીક્ષામાં કુલ 4842 ઉમેદવારોમાંથી 1785 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. રમતગમત સહાયકની ભરતી માટે યોગ્યતા પરીક્ષાનું 50.42 % પરિણામ આવ્યુ છે. રાજ્યમાં 4842 ઉમેદવારો પૈકી 3540 ઉમેદવારોએ યોગ્યતા કસોટી આપી હતી. શિક્ષણ વિભાગે કરાર આધારિત 5 હજાર રમતગમત શિક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી હતી.

જૂની પેન્શન યોજના મુદ્દે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, કાલે  2 લાખ કર્મચારીઓની મહાપંચાયત

ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે શિક્ષકો ફરી એક વખત મેદાનમાં ઉતરશે. જૂની પેન્શન યોજના અને અલગ-અલગ પડતર માંગણીઓને લઈ શનિવારે કર્મચારીઓ દ્વારા મહાપંચાયત યોજાશે.   આવતીકાલે (શનિવારે) 2 લાખ કર્મચારીઓની મહાપંચાયત યોજાશે.  રાજ્યના 11 સ્થળોએ ગુજરાતના 2 લાખ કર્મચારીઓ મહાપંચાયત યોજશે. શિક્ષકો ઉપરાંત વિવિધ કર્મચારી સંઘ પદયાત્રા કરી મહાપંચાયત યોજશે.  મોટી સંખ્યમાં શિક્ષકો અને કર્મચારીઓ આ મહાપંચાયતમાં જોડાઈ તેમ લાગી રહ્યું છે. સરકારે વિધાનસભાની ચૂંટણી સમયે જૂની પેન્શન યોજના લાગુ કરવા વચન આપ્યું હતું. વચન આપ્યા બાદ સરકારે આજ દિવસ સુધી ઠરાવ ન કરતા મહાપંચાયત યોજાશે. 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનું સરકારનું વચન હતું.  શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો પણ મહાપંચાયતમાં  ઉઠાવવામાં આવશે.  રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.  ગુજરાતના  વિવિધ 11 સ્થાનો પર આ પદયાત્રા અને મહાપંચાયત યોજાશે.       

પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ, ભીખાભાઈ પટેલે જાણો શું કહ્યું ?

ગુજરાત પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ, ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત  રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ ગુજરાતના  વિવિધ 11 સ્થાનો પર શિક્ષકો સહિત અમારી સાથે જોડાયેલા ગુજરાતના વિવિધ કર્મચારી સંગઠનોના બે લાખ કરતા વધારે કર્મચારીઓ પદયાત્રા કરી મહાપંચાયતમાં જોડાવવાના છે. ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા સ્વીકારેલો મુદ્દો 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવી લેવામાં આવશે તેનો હજુ સુધી ઠરાવ થયો નથી. અને સાથે સાથે 2005 પછીના શિક્ષકમિત્રોને ઓલ્ડ પેન્શન યોજના મળવી જોઈએ અને શિક્ષકોના અને કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો અમે મહાપંચાયતમાં ઉઠાવવાના છીએ. મહાપંચાયતની અંદર ગુજરાતના કર્મચારીઓ જે પધારવાના છે અને પંચાયત સમક્ષ વિષય લાવવાના છે તેને ન્યાય આપવા માટે અમે કટીબદ્ધ છીએ.' 

રાજ્યના 11 સ્થળ‌ોએ મહાપંચાયતનો કાર્યક્રમ યોજવામાં આવશે

જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે રાજ્યના 11 સ્થળ‌ોએ મહાપંચાયતનો કાર્યક્રમ યોજવામાં આવશે.  આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ જોડાશે. જોકે મહાપંચાયતના કાર્યક્રમને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ટેકો જાહેર કરતા શિક્ષકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Embed widget