Amit Shah In Gujarat: અમિત શાહે અમદાવાદમાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણ કરવાનું આપ્યું લક્ષ્યાંક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્યાંક આપ્યું છે.
અમદાવાદ:કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્યાંક આપ્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતશાહે શનિવારે પ્રશાસન અને મહાનગરપાલિકાએ અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્યાંક આપ્યું છે. તેમણે ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો પહેલો ડોઝ પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય આપ્યું છે.
અમદાવાદ કલેક્ટર કાર્યલય પર શનિવાર અમદાવાદ જિલ્લા વિકાસ સંયોજન હેઠળ સમિતિની બેઠક મળી હતી. જેમાં અમિત શાહે જિલ્લા અધિકારીઓ અને જનપ્રતિનિધિને તેને કેન્દ્ર તેમજ ગુજરાત સરકારની યોજનાના અમલની જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચાલી રહેલા રસીકરણને લઇને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ પ્રશાસનને આવશ્યક દિશા નિર્દેશ આપ્યાં હતા.શાહે અમદાવાદ શહેર અને જિલ્લામાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્ય પૂરુ કરવાના નિર્દશ આપ્યાં છે. તેમણે ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો પહેલો ડોઝ પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય આપ્યું છે.
ગુજરાતમાં કેટલા લોકો થયા વેક્સિનેટ
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 19 લોકોને પ્રથમ ડોઝ અને 4602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 73,211 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 52,664 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,27,450 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 74,093 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 4,32,039 ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,54,69,490 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં કોરોના રસીકરણની કામગીરી રવિવાર 29 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ એટલે કે સોમવારે તહેવારને અનુલક્ષીને બંધ રહેશે. કોરોના વેક્સિનેશન કામગીરી મંગળવાર તા 31 ઓગસ્ટ 2021થી ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે, નિષ્ણાતના મત મુજબ થર્ડ વેવ ઓક્ટબરમાં ત્રાટકી શકે છે, આ સ્થિતિમાં વેક્સિનેશન જ એક મહત્વનો રક્ષા કવચ હોવાથી રસીકરણમાં તેજી આવવી જરૂરી છે,