ગુજરાતના આ અધિકારીને ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો, જાણો
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા હતો. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા હતા.

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા હતો. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા હતા. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી હતી. ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશીને પણ હટાવવામાં આવ્યા હતા. હવે તેમની જગ્યાએ ગૃહ વિભાગનો ચાર્જ એકે રાકેશને સોંપવામાં આવ્યો છે.
પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળ હતા. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.
એકે રાકેશ 1989 બેંચના આઈએએસ અધિકારી છે. જેઓ હાલમાં કૃષિ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવે છે. તેમને વધારોનો ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ તેમજ એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે શનિવારે (16 માર્ચ) લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે દેશની તમામ 543 લોકસભા બેઠકો તેમજ આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં ચૂંટણી યોજાશે. આ વખતે લોકસભા ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
CEC રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે, જ્યારે છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.




















