Gujarat Rain: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે.
અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સામાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. જેના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અને જાન્યુઆરી મહિનાની શરુઆતમાં અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે. જે મજબુત સિસ્ટમ બનશે. આ સિવાય બંગાળના ઉપસાગરમા પણ લોપ્રેશર બનવાની શક્યતા છે.
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. અરબ સાગરમા ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરુઆતમા અરબ સાગરમા લોપ્રેશર બનવા જઈ રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે.
1થી 5 જાન્યુઆરીના રોજ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યુ છે કે, 1થી 5 જાન્યુઆરીના રોજ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 10 અને 11 જાન્યુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે.
ઠંડીનો ચમકારો વધશે
રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગુરુવારે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. રાજકોટમાં પણ તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે.
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઓછી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં પણ છેલ્લા અમુક દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં શહેરમાં તાપમાન 13 ડિગ્રી સુધી નોંધાયું છે. રાજ્યના અનેક શહેરોમાં ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.