શોધખોળ કરો

Gujarat Rain: અંબાલાલ પટેલનો વધુ એક ધડાકો, આ તારીખથી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.  

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં  પલટો આવશે.  ગુજરાતમાં  કમોસમી વરસાદ વરસશે.  અંબાલાલના જણાવ્યા અનુસાર,  ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 27 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ સિવાય ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Gujarat Rain: અંબાલાલ પટેલનો વધુ એક ધડાકો, આ તારીખથી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી  

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.  

ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે.  હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વિય દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે. 

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે.  10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget