શોધખોળ કરો

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું ?

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે.

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે. આ સાથે જ તેમણે રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.  રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે,  ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. 5 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડીનું  જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરાઈ છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં  4 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે.  

વાદળવાયું વાતાવરણ રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,  4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. અમદાવાદમાં બે દિવસથી વાદળો આવવાની શરૂઆત થઈ છે.  પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે.

અંબાલાલની આગાહી મુજબ સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. આ નવી સિસ્ટમથી રાજ્યમાં માવઠાની આશંકા જણાતી નથી. પશ્ચિમી વિક્ષેપ હટી જતા રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુન આવશે. રાજ્યમાં 5 અને 6 ફેબ્રુઆરીએ ઠંડી પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 

આ ઠંડીના કારણે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તપામના 11 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં 11 ડીગ્રી રહેવાની શકયતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 10થી 11 ડીગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. જામનગર અને ભાવનગરના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે,  ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અમદાવાદમાં છૂટછવાયો વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની વધુ અસર જોવા મળી શકે છે.  ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget