શોધખોળ કરો

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની મોટી આગાહી: ગરમી તો પડશે જબરદસ્ત, પણ ચોમાસું અને વાવાઝોડાનો....

15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત, એપ્રિલમાં અસહ્ય ગરમી પડશે, ચોમાસામાં વારંવાર લો પ્રેશર સર્જાશે: અંબાલાલ પટેલની ભવિષ્યવાણી.

Ambalal Patel monsoon prediction: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. આ ઉપરાંત, તેમણે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે."

ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, "જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે."

હવામાનની આગાહી ઉપરાંત, અંબાલાલ પટેલે રાજકીય ક્ષેત્રે પણ મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના કહેવા પ્રમાણે, "આગામી દિવસોમાં રાજકારણની અંદર પણ હલનચલન જોવા મળશે. હોળીના મુહૂર્ત પ્રમાણે રાજકીય પરિસ્થિતિમાં વળાંક આવશે, જે દેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે."

વધુમાં, તેમણે દેશમાં "આસુરી સંપત્તિ" વધવાની વાત પણ કરી હતી, જોકે તેમણે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી નથી.

અંબાલાલ પટેલની આ આગાહીઓ ગુજરાત અને દેશના હવામાન અને રાજકારણ પર મોટી અસર પાડી શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતાએ આ આગાહીઓને ધ્યાનમાં રાખીને આગામી સમય માટે તૈયારી કરવી જરૂરી છે.

અંબાલાલ પટેલ કોણ છે?

અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમને લોકો ફક્ત તેમના નામથી જ ઓળખે છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે આણંદની બી.એસ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસીની ડિગ્રી મેળવી છે.

1972 માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સી અમદાવાદમાં બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા અને ત્યારબાદ મદદનીશ ખેતી નિયામક સુધીની બઢતી મેળવી. સપ્ટેમ્બર 2005 માં તેઓ સરકારી સેવામાંથી નિવૃત થયા.

ખેતી સાથે સંકળાયેલા હોવાથી અંબાલાલ પટેલને જ્યોતિષમાં પણ રસ હતો. ખેડૂતો સાથેની વાતચીતમાં વરસાદનું મહત્વ સમજ્યા બાદ તેમણે જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને હવામાનની આગાહી કરવાનું જ્ઞાન મેળવ્યું. તેમણે 1980 માં પહેલી હવામાનની આગાહી કરી હતી અને ત્યારથી તેઓ નિયમિત રીતે આગાહીઓ કરતા આવ્યા છે.

તેમની આગાહીઓ ક્યારેક વિવાદોમાં પણ રહી છે, જેમ કે ભૂકંપની આગાહીને લઈને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, તેમને અનેક એવોર્ડ અને સન્માન પત્રો પણ મળ્યા છે. હાલમાં સરકાર પણ તેમની પાસેથી હવામાન અંગે માર્ગદર્શન મેળવે છે.

અંબાલાલ પટેલના પરિવારમાં તેમના પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. તેમના એક પુત્ર રાજેન્દ્ર પટેલ અમેરિકામાં કેન્સર વિભાગમાં સેવા આપી ચૂક્યા છે અને હાલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજા પુત્ર સતિષ પટેલ ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે, જ્યારે પુત્રી અલ્કા પટેલ બારડોલીમાં સરકારી દવાખાનામાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ
Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ
Embed widget