મકરસંક્રાતિમાં પવન અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ
આગામી દિવસોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને કરા પડશે. પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તારીખ 8, 9 અને 10 દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે.
Gujarat weather: રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર, આગામી 8, 9 અને 10 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે. આગામી દિવસોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને કરા પડશે. પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તારીખ 8, 9 અને 10 દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે.
મહેસાણા, બનાસકાંઠા, દાંતીવાડા, તખતગઢ અને ડીસાના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે. સમી, હારીજ, કચ્છના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.
અંબાલાલના કહેવા અનુસાર તારીખ 11, 12 અને 13માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. મકરસંક્રાતિ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફુકાશે. મકરસંક્રાંતિમાં પવન સાધારણ રહેશે. મધ્ય ગુજરાતમાં પવન સાધારણ રહેશે. ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વધુ પવન રહેશે. સૌરાષ્ટ્રમાં સાધારણ પવન રહેશે. ગુજરાતમાં એકંદરે 6 કી.મી. પ્રતિ કલાકે પવન ફૂકાશે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જો કો આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા ખેતરમાં ઉભા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન ભીતિ સેવાઇ રહી છે.
8 જાન્યુઆરી કયાં પડશે વરસાદ
8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ, નવસારી, ડાંગ, વલસાડ, દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી છે.
9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં પડશે વરસાદ
હવામાન વિભાગે 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહીના સંકેત આપ્યા છે.
10 જાન્યુઆરીએ ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.