શોધખોળ કરો

Rain Updates : વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, જાણો અપડેટ્સ

રાજ્યના સાત જિલ્લામાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે કેટલાક જિલ્લામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ

Rain Updates :હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. વાવણી લાયક વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ ગઇ છે. શુક્રવારે રાજ્યના ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો જાણીએ અપડેટ્સ

શુક્રવારે કયાં પડ્યો વરસાદ?

ચોમાસાના આગમન વચ્ચે આકરા ઉનાળો જતા રાજ્યના 207 પૈકી 120 જળાશયો  તળિયાઝાટક થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ફક્ત નવ ટકા જ પાણીનો સંગ્રહ છે.  86 જળાશયોમાં 10 ટકા કરતા ઓછો જળસંગ્રહ  છે.

રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઇ રહી છે. આ દરમિયાન શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો, અહીં એકથી સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. અમરેલી, પડધરી, વાંકાનેર, સુરત, વલસાડમાં  વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

શુક્રવારે મોડી સાંજે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું પવન સાથે વરસાદ વરસ્યો. અમદાવાદના  બોડકદેવ અને જોધપુર વિસ્તારમાં વરસ્યો ધોધમાર અડધો ઈંચ વરસાદ.. તો બોપલ, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રીએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી.  નોંધનિય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો સરેરાશ 8.52 મિ.મી વરસાદ નોંધાયો છે.

રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા. સરપદડ, હીદડ, રાદડ, કેરાળા, ઈટાળા સહિતના ગામમાં વરસ્યો દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો. લોધિકા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગે રસ્તા ખેતરને પાણીથી તરબોળ કરી દીધા છે.  

 સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં સાંજના સમયે વરસ્યો વરસાદ... સરા સહિત આસપાસના ગામોમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થતાં  લોકોને ગરમીથી  રાહત મળી.અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. વઢવાણ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક  પ્રસરી જતાં લોકોએ રાહત અનુભવી.

તો બીજી તરફ   પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ થતાં અહીં  ટાવર ધરાશાયી થયો હતો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. અમરેલીના સાવરકુંડલામાં...ઠવી, વીરડી, વાશિયાલી, ભોકરવા સહિતના ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે ખેતરો  પાણી પાણી થયા હતા.  વરસાદના કારણે સ્થાનિક નદીમાં પણ પાણીની ભારે આવક થઇ છે.

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં  મેઘરાજાની ધમાકેદાર એંટ્રી  થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અહીં  ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં..સિહોર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ  ગાજવીજ વરસાદ તૂટી પડ્યો.... કુંભણ, ગળથર સહિતના ગામોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી  ફરી વળ્યા. વરસાદના સઆગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ છે.

તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું લોધિકાના રાવકી, ધુળીયા, પાંભર, ઈટાળા સહિતના ગામોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો,.  વરસાના આગમનથી .સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઇ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે રાજકોટના પડધરી તાલુકામાં  વરસાદના કારણે પુલનો કેટલોક ભાગ તૂટતા વાહન ચાલકોને પરેશાની થઇ રહી છે.  રાજકોટના પડધરી તાલુકાના .સરપદળ ગામમાં 8થી 10 ગામોને જોડતો પુલ તૂટી જતા  જનજીવન પ્રભાવિત થયુ છે.મોરબીમાં..વાંકાનેર હાઇવે પર  ગાજવીજ સાથે વરસાદ વરસતાં  વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એક બાજુ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે તો દિલ્લી, ઉત્તર પ્રદેશ સહિત નવ રાજ્યમાં ભીષણ ગરમીનું તાંડવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે  આગામી પાંચ દિવસ અસહ્ય લૂ ફુંકાવાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે,. હીટવેવના સૌથી વધુ દિવસોમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે. અહીં આ વર્ષે 17 દિવસ હીટવેવ રહ્યી.. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget