શોધખોળ કરો

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાનો વીડિયો છે કેટલા દિવસ જૂનો ? અમિત ચાવડાએ શું કર્યો ખુલાસો ?

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે, આ વિડીયો 20 દિવસ જૂનો છે અને હાલમાં ભરતસિંહને કસરત કરાવવામાં આવી રહી છે.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી  ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાના દાવા સાથે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકી બિલકુલ ઓળખાય નહીં એવી સ્થિતીમાં દેખાઈ રહ્યા છે. ભરતસિંહના શરીરમાં ઠેર ઠેર નળીઓ લગાવેલી છે અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને હાથ ઉંચ કરીને કસરત કરાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસનાં વર્તુળોમાં ભરતસિંહની તબિયત અંગે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. જો કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે, આ વિડીયો 20 દિવસ જૂનો છે અને હાલમાં ભરતસિંહને કસરત કરાવવામાં આવી રહી છે. ભરતસિંહ હાલ વહીલચેર પર અવરજવર પણ કરી રહ્યા છે. ચાવડાએ કહ્યું કે, આ ફિઝિયોથેરાપીની સારવાર  બાદ કિડનીની પણ સમસ્યા થઈ હતી પણ તે પણ હવે રિકવરી તરફ છે તેથી તેમની તબિયત અંગે કોઈ ચિંતા કરવા જેવું નથી. કોરોના થતાં વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયેલા ભરતસિંહ સોલંકીની તબિયત કથળી જતાં તેમને અમદાવાદ લવાયા હતા. અમદાવાદમાં તેમની તબિયત વધારે બગડતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા પણ હવે તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાનો વીડિયો છે કેટલા દિવસ જૂનો ? અમિત ચાવડાએ શું કર્યો ખુલાસો ? હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભરતસિંહ સોલંકી સતત 50 દિવસથી વધુ હોસ્પિટલમાં હોવાથી હાલ ફિઝિયોથેરાપી દ્વારા કસરત કરાવીને સારવાર શરૂ કરવામાં આવી છે. તેમને બીજી કોઈ તકલીફ પણ નથી એ જોતાં ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંપૂર્ણ રિકવર થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ ભરતસિંહ સોલંકીને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તરત ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેમને હોસ્પિટલમા દાખલ કરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Embed widget