(Source: ECI/ABP News/ABP Majha)
Earthquakes: અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
અમરેલી: જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી રહી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન અમરેલીમાં પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લો આંચકો 3.2 ની તીવ્રતાનો આવ્યો હતો.
અમરેલી: જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી રહી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન અમરેલીમાં પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લો આંચકો 3.2 ની તીવ્રતાનો આવ્યો હતો. ખાંભાના ભાડ ગામમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગીર જંગલના ગામડામાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે. નાની ધારી, ઇંગોરાળા વિસ્તારમાં કેન્દ્ર બિંદુ હોવાની વાત સામે આવી છે. સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા કેટલા કરોડની કરવામાં આવી ફાળવણી ?
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. કૃષિ બજેટની જાહેરાત કરતા તેમણે કહ્યું, કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.
• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે ૬૧ લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે `૧૨ હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે.
• ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે `૮૨૭૮ કરોડની જોગવાઇ.
પાક કૃષિ વ્યવસ્થા
• ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા `૬૧૫ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ.
• વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે `૪૦૦ કરોડની જોગવાઈ.
• કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત `૨૫૦ કરોડની જોગવાઇ.
• પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા `૨૦૩ કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.
• ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ `૧૨૫ કરોડની જોગવાઇ.
• સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે `૫૦ કરોડની જોગવાઇ.
• ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે `૩૫ કરોડની જોગવાઈ.
• નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા `૧૦ કરોડની જોગવાઈ.
• ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે `૨ કરોડની જોગવાઈ.
• શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા `૨ કરોડની જોગવાઈ.