શોધખોળ કરો

Amreli: મારણ દરમિયાન ડાલામથ્થા પાછળ JCB દોડાવવું ભારે પડ્યું, જાણો વિગત

અમરેલીના જાફરાબાદ તાલુાકના લુણસાપુર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ મારણ કરી આરોગી રહ્યો હતો ત્યારે જ નજીકમાં જેસીબી લઈ કામ કરી રહેલા ત્રણ શખ્સોએ સિંહની પાછળ જેસીબી દોડાવ્યું હતું.

Amreli News: અમરેલી-જાફરાબાદ તાલુકાના લુણસાપુર રેવન્યુ વિસ્તારમાં સિંહ પજવણીની ઘટના સામે આવી હતી. જેને લઈ પાલીતાણા શેત્રુંજી ડીવીઝન DCF જયન પટેલ દ્વારા સ્થાનિક રેન્જને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. સિંહ મારણ દરમિયાન JCB સાથે ત્રણ શખ્સ દ્વારા મારણથી દુર ખસેડી JCB પાછળ દોડાવ્યું હતું. સિંહ શિડયુલ એક માં આવતું વન્યપ્રાણી હોવાને કારણે વન વિભાગ દ્વારા ગનો નોંધાયો હતો. પોલીસે વન્યપ્રાણી સંરક્ષણ1972 જોગવાઈ હેઠળ ગુનો નોંધી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી.

શું છે મામલો

અમરેલીના જાફરાબાદ તાલુાકના લુણસાપુર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ મારણ કરી આરોગી રહ્યો હતો ત્યારે જ નજીકમાં જેસીબી લઈ કામ કરી રહેલા ત્રણ શખ્સોએ સિંહની પાછળ જેસીબી દોડાવ્યું હતું. પજવણી કરનાર શખ્સો આટલેથી ન અટક્યા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ મનોજ વંશ ઉના તાલુકાના વરસિંગપુર ગામનો રહેવાસી છે, જ્યારે શુભમ પ્રજાપતિ ઉત્તરપ્રદેશ અને રાના માનીક આસામનો રહેવાસી છે.જાફરાબાદ કોર્ટમાં આરોપીના જામીન ના મંજુર થતા જેલ હવાલે કરાયા હતા. આ ઉપરાંત સિંહોની પજવણી કરતા લોકો સામે કડક હાથે કામ કરવા માટે DCF દ્વારા  સૂચના આપવામાં આવી છે.

PM મોદી શુક્રવારે વિશ્વાના સૌથી લાંબા રિવર ક્રૂઝને બતાવશે લીલી ઝંડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર, 13 જાન્યુઆરી, 2022ના રોજ  વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ - MV ગંગા વિલાસ ક્રૂઝને ફ્લેગ ઓફ કરશે. આ ક્રૂઝ  ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ માર્ગ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધીનું 3,200 કિલોમીટરનું અંતર કાપશે.

 એમવી ગંગા વિલાસના નામ પર રિવર ક્રૂઝ ગયા મહિને કોલકાતાથી રવાના થઈ હતી અને યાત્રા માટે ઉત્તર પ્રદેશના વારાણસીના રામનગર બંદરે પહોંચી હતી. તે હવે વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે અને 51 દિવસમાં લગભગ 3,200 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે.

લગભગ 2 મહિનાની લાંબી મુસાફરી દરમિયાન, ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાં 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. તે વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદીના ઘાટ અને બિહારના પટના, ઝારખંડમાં સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મોટા શહેરો સહિત 50 પ્રવાસન સ્થળોને આવરી લેશે. એમવી ગંગા વિલાસની પ્રથમ સફરમાં સ્વિટ્ઝરલેન્ડના 32 પ્રવાસીઓ વારાણસીથી ડિબ્રુગઢ સુધીની મુસાફરીનો આનંદ માણી શકશે. MV ગંગા વિલાસની ડિબ્રુગઢ ખાતે અપેક્ષિત આગમન તારીખ 1 માર્ચ 2023 છે.

એમવી ગંગા વિલાસનો પ્રવાસ કાર્યક્રમ ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે બનાવવામાં આવ્યો છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વના સ્થળોએ સ્ટોપેજ હશે. વારાણસીમાં ખૂબ જ લોકપ્રિય ગંગા આરતી પછી આ જહાજ બૌદ્ધ ધર્મમાં ખૂબ જ આદરણીય સ્થળ સારનાથ ખાતે રોકાશે. તે માયોંગને પણ આવરી લેશે અને સૌથી મોટા નદી ટાપુ માજુલીમાંથી પસાર થશે અને વૈષ્ણવ સંસ્કૃતિના કેન્દ્ર આસામ સુધી પહોંચશે. પ્રવાસીઓને બિહાર સ્કૂલ ઓફ યોગા અને વિક્રમશિલા યુનિવર્સિટી પણ જોવા મળશે.

MV ગંગા વિલાસની ટિકિટના ભાવ અંગે, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપી છે કે વિશ્વના સૌથી લાંબા નદી ક્રૂઝ પર 1 દિવસનો ખર્ચ 24,692.25 રૂપિયા અથવા $300 હશે. ભારતીયો અને વિદેશીઓ માટે ટિકિટના ભાવમાં કોઈ તફાવત રહેશે નહીં. સમગ્ર 51-દિવસની સફર માટે તમારો ખર્ચ રૂ. 12.59 લાખ અથવા $1,53,000થી વધુ થશે.

ગંગા વિલાસ ક્રૂઝ માટેની ટિકિટ અંતરા લક્ઝરી રિવર ક્રૂઝની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકાય છે. એમવી ગંગા વિલાસ જહાજ 62 મીટર લાંબુ, 12 મીટર પહોળું છે. તેમાં 36 પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા સાથે 3 ડેક છે, બોર્ડમાં 18 સ્યુટ છે અને પ્રવાસીઓને યાદગાર અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે તમામ સુવિધાઓ પ્રદાન કરશે. આ જહાજને પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન કરવામાં આવ્યું છે, તે પ્રદૂષણ મુક્ત સિસ્ટમથી સજ્જ છે.

આ રિવર ક્રૂઝ લક્ઝરી સુવિધાઓથી ભરપૂર છે. તેમાં 18 સ્યુટ છે, ક્રુઝ પર એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ, સ્પા અને સનડેક પણ છે. મુખ્ય ડેક પર કોન્ટિનેન્ટલ અને થોડા બુફે કાઉન્ટર સાથે 40 સીટની રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Embed widget