Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Latest Amreli News: વીડિયો વાયરલ થતા સ્ટેટ હાઈવેના કર્મચારીઓ દ્વારા એક સાઈડનો બ્રિજ બંધ કર્યો અને એક બ્રિજ શરૂ રાખ્યો હતો.
![Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો Amreli News: Gap on Rajula Sawarkundla State Highway Bridge started 2 months ago Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/23/3ea6dc6ea75b62d0346eb11bc529e439171386613449176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amreli News: રાજયમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમરેલીમાં રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ઉપર બ્રિજ શરૂ કરતા જ ગાબડું પડ્યું છે. 2 માસ પહેલા જ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આજે ગાબડું પડ્યું છે. મસમોટા ગાબડાને લઈ નબળી ગુણવતા સામે આવી છે. વીડિયો વાયરલ થતા સ્ટેટ હાઈવેના કર્મચારીઓ દ્વારા એક સાઈડનો બ્રિજ બંધ કર્યો અને એક બ્રિજ શરૂ રાખ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદે ગાબડું બુરવા આદેશ આપવામાં આવ્યો છે.
ગત મહિને પીએમ મોદીએ અમરેલીને મોટી ભેટ આપી હતી. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજુર થયો હતો. તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-351 ના ગાવડકા ચોકડી થી બગસરા સુધીના 19 કિલોમીટરની લંબાઈના રસ્તાનુ રૂપિયા 129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાની આ લંબાઈમા મહુવા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા પીપાવાવ પોર્ટ વગેરે રુટ ઉપર થી બગસરા, વડિયા અને જેતપુર તરફ જતા વાહનો પસાર થાય છે અને મહુવા બંદર કેન્દ્રથી કુંડલાથી અમરેલીથી બગસરા જેતપુર N.H. સાથે જોડાયેલ રૂટ વચ્ચેનું એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય જોડાણ છે. ત્યાં ઘણા બધા મુખ્ય મથક, જિલ્લા સ્થળ છે અને વેપાર કેન્દ્ર મત્સ્યઉદ્યોગ અને દરિયાઈ ઉત્પાદન અને પોલ્ટ્રી ફાર્મ તરીકે વિકસિત છે. આર્થિક પ્રવૃત્તિમાં સુધારો કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લિંક હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 અને અને 27 વચ્ચેની કનેક્ટિવિટી પૂરી પાડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)