શોધખોળ કરો

News: અમરેલીના ખેડૂતને 1 રૂપિયો ભરવા કોર્ટે ફટકારી કાયદેસરની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં એક ખેડૂતને માત્ર એક રૂપિયાની ભરપાઇ કરવા માટે કોર્ટ મારફતે નોટિસ અપાઇ છે

Amreli News: ગુજરાતમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં એક ખેડૂતને માત્ર એક રૂપિયાની ભરપાઇ કરવા માટે કોર્ટ મારફતે નોટિસ અપાઇ છે. આ ઘટના પીજીવીસીએલના વીજ કનેક્શન રદ્દ કરવાના કિસ્સા સાથે જોડાયેલી છે. ખરેખરમાં, વાત એમ છે કે, અમરેલી જિલ્લાનાં કુંકાવાવના એક ખેડૂતને પીજીવીસીએલ દ્વારા એક રૂપિયાની નૉટિસ અપાઇ છે. અગાઉ સાત વર્ષ પહેલા કુંકાવાવાના ખેડૂતના ખેતરમાં એક વીજ કનેક્શનને રદ્દ કરવામા આવ્યુ હતુ, જે પછી આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, હવે આ મામલે ખુદ પીજીવીસીએલે કોર્ટ મારફતે કુંકાવાવના ખેડૂતને એક રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે, પાંચ રૂપિયાની ટિકીટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ અપાઇ છે. હવે ખેડૂતે ખેતીકામ છોડીને કોર્ટમાં જવુ પડશે.

News: અમરેલીના ખેડૂતને 1 રૂપિયો ભરવા કોર્ટે ફટકારી કાયદેસરની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

માવઠાથી થયેલા પાક નુકસાન અને સર્વેની કામગીરી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટુ નિવેદન

ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે, વળી, કેટલાય પાકો હવે આગામી સિઝનમાં આવી શકે તેમ નથી, કમોસમી વરસાદના કારણે અનેક નેતાઓ અને સંગઠનોએ સરકાર પાસે ખેડૂતોને મદદ અને સહાય કરવા અંગે રજૂઆત કરી હતી, આ પછી સરકારે સર્વેની કામગીરી શરૂ હતી. જોકે, આ બધાની વચ્ચે હવે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી પર મોટુ અપડેટ આપ્યુ છે. તેમને કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે. તમામ ધોરણે SDRFના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ ઉપરાંત યૂરિયા ખાતરને લઇને પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લામાં યૂરિયા ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રવિ સીઝનમાં વાવણી પહેલા ખાતરની માગ ખેડૂતો કરતાં હોય છે, અને આ અંગેની રજૂઆતો પણ અમારી પાસે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનો આ પ્રશ્ન પણ મારા ધ્યાન પર આવ્યો છે, પરંતુ હાલમાં યૂરિયા ખાતરની કોઇ અછત નથી. 

આ પહેલા કૃષિ મંત્રી રાઘવજીએ વધુ નુકસાન ન થયાનો દાવો કર્યો હતો

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે. રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું

વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેની વાવણી પૂર્ણ થઈ તેને નુકસાન થયું નથી. 10થી 15 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક છે. 5 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર થયું છે. 2 લાખ હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. તુવેરના પાકને નુકસાન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. રાઘવજી પટેલે કહ્યું હતું કે સર્વે કરવાની સૂચનાઓ આપી દીધી છે. આજથી જ અમારા અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવAhmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
ઇન્સ્ટાગ્રામ ફરી એક વખત થયું ડાઉન, યૂઝર્સ ઇન્સ્ટા રીલ્સ જોઈ શકતા નથી
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Embed widget