Jamnagar : એક્ટિવા પર પત્ની સાથે જતા વૃદ્ધને ખુંટિયાએ મારી ઢીંક, વૃદ્ધનું મોત
શહેરમાં વધુ એક વખત રખડતા ઢોરે વધુ વૃદ્ધને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. શહેર બાદ હાઈવે પર પણ રખડતા પશુઓનો આતંક વધ્યો છે. વૃદ્ધનું લાંબી સારવાર બાદ મૃત્યુ થયું છે.
જામનગરઃ શહેરમાં વધુ એક વખત રખડતા ઢોરે વધુ વૃદ્ધને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. શહેર બાદ હાઈવે પર પણ રખડતા પશુઓનો આતંક વધ્યો છે. વૃદ્ધનું લાંબી સારવાર બાદ મૃત્યુ થયું છે. શહેરના ઓશવાળ-2માં રહેતા દામજીભાઈ બુસા (ઉં.વ.75) નામના વૃદ્ધ પત્ની સાથે ગત 9 માર્ચના રોજ એક્ટિવા મોટરસાઇકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો. વદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયાં હતાં અને વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Surat : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો
સુરતઃ ગટરમાં 2 લોકોના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના પાવડર મેળવવાની લાલચમાં 2 યુવાનો મોતને ભેટ્યા છે. બંને લોકોને કોઇપણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતાર્યા ન હતા. બન્ને યુવાનો સ્વયંભૂ ગટરમાં માટી કાઢવા બહાર નીકળ્યા હતા. માટીમાંથી સોનાનો પાવડર શોધી આ બંને યુવકો કમાણી કરે છે. બંને યુવકોની ઓળખ નહીં.
અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. એ સોનાનો પાવડર મેળવવા બંને યુવાનો ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા હતા.