(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસનો બીજો કેસ ? લીમડીમાંથી આફ્રિકાથી આવેલા 48 વર્ષના પુરૂષનો કોરોના પોઝિટિવ
જરાતમાં ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં રાજ્યનો બીજો ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો છે.
મળતી જાણકારી અનુસાર, દક્ષિણ આફ્રિકાથી લિંબડી આવેલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ દર્દીના સેમ્પલ તપાસ અંગે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ ઓમિક્રોન વેરિઅન્ટના સેમ્પલનો રિપોર્ટ આવશે.
'ઓમિક્રોન વાયરસ' અંગે WHO તરફથી આવ્યા રાહતના સમાચાર
કોરોના વાયરસનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના 38 દેશોમાં પહોંચી ગયું છે. જોકે આના કારણે અત્યાર સુધી એક પણ મૃત્યુ થયું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ જાણકારી આપી છે ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે વિશ્વભરના અધિકારીઓએ ઓમિક્રોનને રોકવા માટે ઝડપી પગલાં લીધાં છે. તેને ફેલાતા અટકાવી શકાય તે માટે ચેતવણી આપવામાં આવી છે. સંગઠને કહ્યું કે ઓમિક્રોન વૈશ્વિક આર્થિક રિકવરીને નુકસાન પહોંચાડી શકે છે. યુએસ અને ઓસ્ટ્રેલિયાએ વેરિઅન્ટના સ્થાનિક રીતે સંક્રમિત કેસોની પુષ્ટિ કરી છે.
ઓમિક્રોન વેરિઅન્ટના કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સંખ્યા હવે 3 મિલિયન સુધી પહોંચી ગઈ છે (ઓમિક્રોન વેરિએન્ટ નવીનતમ અપડેટ). WHO એ ચેતવણી આપી છે કે આ પ્રકાર કેટલો ચેપી છે, શું તે વધુ ગંભીર રોગનું કારણ બની શકે છે અને તેની સામે રસી અને સારવાર કેટલી અસરકારક છે તે જાણવામાં અઠવાડિયા લાગી શકે છે. WHOના કટોકટી નિર્દેશક માઈકલ રેયાને કહ્યું, 'અમે એવા જવાબો શોધવા જઈ રહ્યા છીએ જે દરેકને જાણવાની જરૂર છે.'
ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેને હજુ સુધી ઓમિક્રોન સંબંધિત મૃત્યુના કોઈ અહેવાલ મળ્યા નથી, પરંતુ ચેતવણી આપી છે કે નવા પ્રકારનો ફેલાવો આગામી થોડા મહિનામાં યુરોપના અડધાથી વધુ કોવિડ કેસોનું કારણ બની શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ શુક્રવારે જણાવ્યું હતું કે ડેલ્ટાની જેમ નવું વેરિઅન્ટ વૈશ્વિક આર્થિક રિકવરીને ધીમી કરી શકે છે. "