શોધખોળ કરો

Gujarat: રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, જાણો વિગતો

રાજયમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાનના વળતરમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. 

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય સામે આવ્યો છે. રાજયમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાનના વળતરમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. 

ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે નુકશાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200 ટકા લેખે વળતર ચૂકવાશે. ખેડૂતની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમીશન લાઈનની પહોળાઇ તથા લંબાઈને ધ્યાને લઇ જમીનના વિસ્તારના 25 ટકા લેખે વળતર ચૂકવાશે. ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરાશે. શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી ટ્રાન્સમીશન લાઈન પસાર થાય તેની તકેદારી રખાશે. 

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. 

પ્રવર્તમાન માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે. રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે.

તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતા ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળત૨ જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200 ટકા લેખે વળત૨ ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલ છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સ૨કા૨ના તા.૧૪.૦૮.૨૦૧૭ના ઠરાવમાં ડિસેમ્બર - ૨૦૨૧માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવેલ અને ફરી એક વાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો  કરવામાં આવેલ છે , તેમ મંત્રીએ જણાવ્યુ હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget