શોધખોળ કરો

રાજ્યમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા સૌથી ઠંડાગાર

દેશા પહાડી રાજ્યોમાંમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

Gujarat Weather: રાજ્યમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ત્રણ દિવસ ઠંડીના જોરમાં આંશિક વધારો રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના અનુસાર, પવનની ગતિ વધતા કડકડતી ઠંડી પડશે અને પવનની ગતિ 20 થી 30 કિમીની રહેશે.

ગુરુવારે કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા રહ્યા સૌથી ઠંડાગાર. આ બંને શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટ અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન 16થી 18 રહેશે. તો અમરેલીમાં 17.7 ડિગ્રી, વડોદરામાં 18.4 અને ભાવગર-સુરતમાં 19 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું છે.

દેશા પહાડી રાજ્યોમાંમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુકુમસેરમાં ઠંડીએ રેકોર્ડ તોડીને તાપમાનનો પારો ગગડીને માઈનસ 14.2 ડિગ્રી પર પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે છેલ્લા બેદિવસમાં200થી વધુ રોડ રસ્તાઓ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

જે રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક પ્રશાસન જીસીબીની મદદ લઈ રહી છે. તો હિમાચલના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસમાં નોંધાતા નદી, તળાવ સહિત બધા સ્ત્રોતો બરફમાં ફેરવાઈ ગયા છે. કાશ્મીરમાં પણઠંડીની એવી જસ્થિતિ છે. ગુલમર્ગમાં માઈનસ 12 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી પડી રહી છે. તો પગલગામનું તાપમાન માઈનસ 11.9 ડિગ્રી પર પહોંચ્યું છે.

કાશ્મીમાં સંખ્યાબંધ સ્થળોનું તાપમાન માઈનસમાં રહેતા જીનજીવન ઠપ્પ થયું છે. કોકણનાગનું તાપમાન માઈનસ 4.5 ડિગ્રી, શ્રીનગરમાં માઈનસ 5.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. કાશ્મીર ઘાટીમાં અત્યારે ચિલાઈ ખુર્દ યાને સ્મોલ કોલ્ડનો સમય ચાલી રહ્યો હોવાથી 20 દિવસ ઠંડીનું મોજુ યથાવત રહે તેવી શક્યતા છે.

સોનમર્ગમાં શ્રીનગર-લેહ હાઈવે નજીક હિમપ્રપાત થયો હતો. ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફુંકાતા ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં કોલ્ડવેવની સીધી અસર મેદાની વિસ્તારોમાં પડી હતી. રાજસ્થાનથી બિહાર સુધી ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહાડો પર પડી રહેલા બરફ અને ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 થી 5 દિવસમાં દિલ્હી અને આસપાસના શહેરોમાં વરસાદની સંભાવના છે. વરસાદની સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. આવી સ્થિતિમાં ઠંડી ફરી પાછી ફરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget