Answer Key: તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવી, OMR બાબતે આ નંબર પર કરો સંપર્ક
Talati Exm Answer Key: હસમુખ પટેલે ટ્વિટ કરતા કહ્યું કે, તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
Talati Exam Answer Key: ગુજરાતમાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા વેબસાઇટ પર આન્સર કી મૂકવામાં આવી છે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરતા કહ્યું કે, તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
તલાટી પરીક્ષાના OMR બાબતે કોઈ પ્રશ્ન હોય તો તે અંગે બોર્ડના હેલ્પલાઇન નંબર 8758804212, 8758804217 ઉપર કચેરી સમય દરમિયાન ફોન કરી શકશે.
તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 10, 2023
તલાટી પરીક્ષાની આન્સર કી અપલોડ થયા બાદ નિયમ મુજબ ઉમેદવારોને વાંધા સૂચન રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. વાંધા સૂચનોના નિરાકરણ બાદ આખરી પરિણામ તૈયાર કરી જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, તલાટીની પરીક્ષા માટે 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ આપી હતી. 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારો પૈકી 5 લાખ 72 હજાર 308 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ રીતે જોઈએ તો 66.3 ટકા ઉમેદવારો એ તલાટીની પરીક્ષા આપી હતી.
જય હિંદ સર, ઝાલોદ વિશ્વ હિંદુ પરિષદ તરફથી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે બસ ડેપોથી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાની વ્યવસ્થા હતી. ખૂબ ખૂબ આભાર 🙏
— Anil Bariya (@AnilBariya9) May 8, 2023
પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ
રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે 5.72 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો. હસમુખ પટેલે કહ્યું હતું કે, પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા. કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી. એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે રાજ્યમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.