શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ગુજરાત સરકારનો મોટો નિર્ણય- 15 એપ્રિલ બાદ આ લોકોને મળશે મોટી છૂટ? જાણો
રાજ્યમા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલ એપીએમસી માર્કેટ ખુલ્લા રાખવામાં આવશે.
ગાંધીનગરઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે લોકડાઉનમાં વધારો થશે કે નહી તેને લઇને લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સરકાર પર લોકડાઉનમાં વધારો કરવો કે નહી તેને લઇને બેઠકો કરી રહી છે. લોકડાઉન બાદ એપીએમસી માર્કેટ ખુલ્લા રાખવામાં આવે તેવી માંગને પગલે સરકારે સૂચના આપી છે કે રાજ્યમા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલ એપીએમસી માર્કેટ ખુલ્લા રાખવામાં આવશે.
નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 15 એપ્રિલ બાદ અનાજ, શાકભાજી સાથે સંકળાયેલ એપીએમસી માર્કેટ ખુલ્લા રાખવાનો સરકારે આદેશ આપ્યો છે. સરકારે સૂચના આપી છે કે તમામ એપીએમસી એ સ્થાનિક અનુકૂળતા મુજબ ચાલુ રાખવાના રહેશે. એટલું જ નહી સરકારે એપીએમસી પર સોશિયલ ડિસ્ટન્સનું કડકપણે અમલ થાય તેની પણ કાળજી રાખવા સૂચના આપી છે. મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે એપીએમસીનાં હોદેદારો સાથે બેઠક કરી હતી.
જોકે, 15 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક માર્કેટયાર્ડ ખુલ્લા રહેશે તેને લઇને અસમંજસની સ્થિતિ છે. રાજકોટના વેપારીઓ ગામડે ગામડે જઇને ખેડૂતો પાસેથી માલની ખરીદી કરશે જ્યારે ઉંઝા એપીએમસી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જામનગર એપીએમસીએ હરાજી કરવાનો ઇનકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion