શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ગુજરાતમાં નવા 16 પોલીસ સ્ટેશનોને અપાઈ મંજૂરી, જાણો વિગત
8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરાયા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી ગુજરાતમાં નવા 16 પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે 11 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવી છે.
8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરાયા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
કચ્છ પશ્વિમ, મુન્દ્રાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. છોટા ઉદ્દેપુરના ઝોઝ (બારીયા તરફ) નવા પોલીસ સ્ટેશની મંજૂરી આપવામાં આવી છે.
જુનાગઢના સાસણ ગીર, દાહોદના બી. ડીવીઝન, પાટણના સરસ્વતીમાં બનશે નવું પોલીસ સ્ટેશન. ભાવનગરના મહુવા ગ્રામ્યમાં, મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડા પોલીસ સ્ટેશન,સુરત ગ્રામ્યમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.
સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પોલીસ સ્ટેશન અને સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન બનાવવાને મંજૂરી અપાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધજાળા ગામે એમ કુલ 16 નવા પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion