શોધખોળ કરો

Gujarat Cabinet Expansion: પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના લીધા શપથ

પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. અર્જૂનભાઈ મોઢવાડિયાને મત્યઉદ્યોગ જેવુ મહત્વનું ખાતું મળી શકે છે.

Gujarat Cabinet Expansion 2025 :  ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે. સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં જીતુભાઈ વાઘાણીએ શપથ લીધા હતા. પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. અર્જૂનભાઈ મોઢવાડિયાને મત્યઉદ્યોગ જેવુ મહત્વનું ખાતું મળી શકે છે.  

ભૂપેન્દ્રભાઈ સહિત નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓ મંત્રી બન્યા છે.   નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં હંમેશા સૌરાષ્ટ્ર કેંદ્રમાં રહે છે. આ વખતે પ્રદેશ પ્રમુખ અમદાવાદમાંથી બનાવવામાં આવતા ચર્ચાઓ હતી કે કેબિનેટ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના નેતાઓને વધારે પ્રતિનિધિત્વ મળશે.

અર્જૂનભાઈ મોઢવાડિયા રાજકીય સફર

પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે. અર્જૂનભાઈ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કૉંગ્રેસમાં પણ તેઓ દિગ્ગજ નેતા હતા. કૉંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ પણ તેઓ રહી ચૂક્યા હતા. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી.

અર્જૂનભાઈ મોઢવાડિયા પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ હતું.  બાદમાં 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવેલ છે. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા હતાં. 

મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા. પરંતુ અર્જુન મોઢવાડિયાનો જીવનનો ધ્યેય લોકસેવાનો હતો. એટલે 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget