શોધખોળ કરો

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેરવાનું કર્યું શરુ, અમરેલીમાં 100 મકાનોના છાપરા ઉંડતા અનેક લોકો ઘાયલ

Biparjoy Cyclone: અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી મોટી અસર જોવા મળી છે. રાજુલા તાલુકાના મોરંગી ગામમાં અત્યંત ભારે પવન ફૂકાયો છે. મોરંગી ગામમાં 100 મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે.

Biparjoy Cyclone: અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી મોટી અસર જોવા મળી છે. રાજુલા તાલુકાના મોરંગી ગામમાં અત્યંત ભારે પવન ફૂકાયો છે. મોરંગી ગામમાં 100 મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઇજા પહોંચી છે. બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. 

હવામાન વિભાગનું મોટું નિવેદન

બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે નિવેદન બહાર પાડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 6 km પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ જખૌથી 110 km દૂર છે. જખૌથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ દૂર છે. હાલ 122 - 130 km પવનની ઝડપ છે. જખૌ પોર્ટ તરફ 115 થી 125 kmની ઝડપે પવન સાથે સાંજે વાવાઝોડું ટકરાશે. 

ક્યાથી કેટલું દૂર છે વાવાઝોડું

દ્વારકાથી 160 km દુર
નલિયાથી 140 km દુર
કરાચીથી 240 km દુર

ક્યાં કેટલો વરસાદ પડ્યો

પોરબંદર 17 mm વરસાદ
નલિયા 17 mm વરસાદ
ભુજ 12 mm વરસાદ
કંડલા 12 mm વરસાદ

પવનની ક્યાં કેટલી ગતિ

દ્વારકા 48 km
ઓખા 32 km
દિવ 56 km
નલિયા 34 km
વેરાવળ 39 km
ભુજ 24 km
કંડલા 33 km
પોરબંદર 37 km
અમદાવાદમાં 38 km

હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 1 કલાકની લઈને આગાહી કરતું નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ 70 થી 90 કિલોમીટર રહેશે. આગામી એક કલાકમાં જુનાગઢ, રાજકોટ અને  જામનગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. પવનની ગતિ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 

વાવાઝોડું જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાક રહેશે

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે ૯ થી ૧૦ કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે પરંતુ સંકટ હજુ ટળ્યું ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે.

રાહત કમિશનરે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૯૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ૪૮૬૪, કચ્છમાં ૪૬,૮૨૩, જામનગરમાં ૯૯૪૨, પોરબંદરમાં ૪૩૭૯, દેવભૂમિ દ્વારકામાં ૧૦,૭૪૯, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૮૨૨ મળી કુલ ૯૪,૪૨૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget