Arvalli : પરણેલો યુવક 16 વર્ષની છોકરીને શરીર સુખ માણવા માટે ડુંગર પર નિર્જન જગાએ લઈ જતો હતો ને યુવકો જોઈ ગયા.........
સગીરાને લલચાવી ડુંગર વિસ્તારમાં લઈ જતા યુવકને કેટલાક યુવકો જોઈ જતાં તેમણે ગ્રામજનોને જાણ કરી હતી. જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. યુવકને ઝડપી લઈને માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું.
મોડાસાઃ માલપુર તાલુકાના મેવાડા ગામે એક પરણીત યુવક 16 વર્ષની છોકરીને શરીર સુખ માણવા માટે ડુંગર પર અવાવરૂ વિસ્તારમાં લઈ જતો હતો. સગીરાને લલચાવી ડુંગર વિસ્તારમાં લઈ જતા યુવકને કેટલાક યુવકો જોઈ જતાં તેમણે ગ્રામજનોને જાણ કરી હતી. તેના કારણે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. તેમણે યુવકને ઝડપી લઈને માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું. આ યુવકને અપાયેલી આ સજાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે. આ પ્રકરણે પોલીસે કોઈ ફરીયાદ નહી નોંધાઈ હોવાનું જણાવ્યું છે પણ આ યુવક સગીરા સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધવા ડુંગરે લઈ જતો હોવાની આશંકાને પગલે આ યુવકને માથે મુંડન કરાવાયું હોવાની વાત જાણવા મળી હોવાનું પોલીસે સ્વીકાર્યું છે.
માલપુર તાલુકાના પરસોડા ગામનો એક પરણીત યુવક મેવાડા ગામની સગીરાને લલચાવીને ડુંગરે લઈ જતો હતો. તેને યુવકો જોઈ જતાં ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનોએ તેને ઝડપી લીધો હતો. આ યુવક આ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા ડુંગરે લઈ જતો હોવાની આશંકાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ હતો અને તેમણે યુવકને પૂછપરછ કરી હતી.
જો કે ગ્રામજનોના કોઈપણ સવાલનો આ યુવક સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો. તેનું વર્તન પણ શંકાસ્પદ હતું. આ શંકાસ્પદ વર્તણૂક ધરાવતા યુવકનો લોકોએ ટપલી દાવ કર્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આ યુવકના માથે મુંડન કરાવી માફીપત્ર લખાવી દીધુ હતું.
આ સજાની ઘટના અને સંવાદ સાથેની વીડીયો કલીપ સોશીયલ મીડીયામાં વાયરલ થઈ હતી. વાયરલ થયેલ આ વીડીયોને કારણે પોલીસે તપાસ કરી હતી પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. માલપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેકટર એફ.એલ.રાઠોડના જણાવ્યા મુજબ આ વીડિયોને જોયા પચી પોલીસ ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. પરંતુ આ પ્રકરણે બંને પક્ષો સગાસંબંધી હોવાથી કોઈ ફરીયાદ નોંધાઈ નથી તેથી પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે તેમ નથી.