શોધખોળ કરો

સહકારથી સમૃદ્ધિ: આત્મનિર્ભર સહાય યોજનામાં સરકારે 2 લાખથી વધુ લાભાર્થીઓને 2500 કરોડથી વધુની લોન આપી

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ રૂ. ૧ લાખ લેખે આજ દિન સુધીમાં ૧૬૭૮૦૨ લાભાર્થીઓને રૂ.૧૫૬૫.૪૮ કરોડનું ધિરાણ મંજૂર કરવામા આવ્યું છે

ગાંધીનગર, 27 મે, 2022: મે 28ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહકાર સંમેલનમાં સહકારી સંસ્થાઓના 10 હજાર પ્રતિનિધિઓને સંબોધિત કરશે. રાજ્યના નાગરિકોને સહકારી સંસ્થાઓ દ્વારા નાણા ધિરાણ સહિતની સુવિધાઓનો લાભ મળ્યો છે. કોરોના વાયરસ(COVID-19)ના કારણે સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ ના સમયગાળા દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોના ધંધા રોજગારને વ્યાપક પ્રમાણમાં પ્રતિકૂળ અસર થઇ હતી. આ પરિસ્થિતિને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામા આવી હતી જેમાં સહકારી સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. 

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ રૂ. ૧ લાખ લેખે આજ દિન સુધીમાં ૧૬૭૮૦૨ લાભાર્થીઓને રૂ.૧૫૬૫.૪૮ કરોડનું ધિરાણ મંજૂર કરવામા આવ્યું છે અને તે પૈકી રૂ.૧૫૦.૪૧ કરોડનું વ્યાજ સહાયનું ચૂકવણું કરાયું છે. તે સિવાય આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ રૂ.૨.૫૦ લાખ લેખે આજ દિન સુધીમાં ૩૮૪૮૮ લાભાર્થીઓને રૂ.૯૪૧.૫૧ કરોડનું ધિરાણ મંજૂર કરાયું છે , જેમાં રૂ.૫૮.૯૫ કરોડનું વ્યાજ સહાયનું ચૂકવણું કરવામા આવ્યું છે.  આ યોજનાને સુચારૂ રીતે લાગૂ કરવા માટે સહકારી બેન્કના અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને લાભાર્થીઓને ઝડપથી પૈસા મળ તેના માટે દરેક સ્તરે જરૂરી સહકાર પૂરો પાડ્યો હતો.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧

વર્ષ                      બજેટ જોગવાઈ(રૂ.લાખમાં)          થયેલ ખર્ચ (રૂ.લાખમાં)

૨૦૨૦-૨૦૨૧                            ૧૨૦૦૦                                              ૧૨૦૦૦
૨૦૨૧-૨૦૨૨                              ૮૦૦૦                                                ૮૦૦૦

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨

વર્ષ                                 બજેટ જોગવાઈ(રૂ.લાખમાં)           થયેલખર્ચ (રૂ.લાખમાં)
૨૦૨૦-૨૦૨૧                                ૫૮૦૦                                            ૫૮૦૦
૨૦૨૧-૨૦૨૨                                ૩૮૦૦                                                 ૩૮૦૦

ધોળકાના રહેવાસી હરિશચંદ્ર ચંદુભાઇ દરજીએ કહ્યું હતું કે હું દરજીકામ કરું છું. લોકડાઉનમાં મારે કામગીરી બંધ થઇ ત્યારે ધંધા માટે અમુક વસ્તુઓ લેવા માટેના રૂપિયાનું પેમેન્ટ બાકી હતું. સરકારે આ યોજનાથી મને આર્થિક સહાય કરી તો મારું પેમેન્ટ ક્લીયર થઇ ગયું અને અત્યારે કોરોનાના સમયગાળામાં મને બહુ સારો ફાયદો થયો. અત્યારે મારો રોજગાર સારી રીતે ચાલી રહ્યો છે. 

અન્ય એક લાભાર્થી રાજકોટના રહેવાસી નીતિનભાઇ મોતીપરાએ જણાવ્યું હતું કે હું સાડીના વ્યવસાયમાં છું. લોકડાઉન સમયે વેપારને અસર થતા સમસ્યા ઉભી થઇ હતી. જોકે સરકારે લોનની સુવિધા કરી આપી તેનાથી મને તે સમય પસાર કરવામાં ખાસ્સી રાહત થઇ ગઇ હતી. આ ખુબ જ સારી યોજના છે જેનાથી ઘણા લોકોને ફાયદો થયો છે. 

સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર ડી.કે. રાકેશે કહ્યું હતું કે  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ યોગ્ય રીતે જમીન સુધી પહોંચાડવા માટે સહકારી બેન્કોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. લોકડાઉન સમયે તાત્કાલિક લોનની ચૂકવણી થાય અને લાભાર્થીને નિર્ધારિત સમયમાં નાણા મળે તેની પણ ખાતરી કરવામા આવી હતી. તેના લીધે નાના ધંધાર્થીઓને સમયસર ફંડ મળ્યું અને તેમને આ કપરો સમય પસાર કરવામાં ખૂબ રાહત થઇ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
અમદાવાદમાં 85 જગ્યાએ કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 70 વર્ષથી ઉપરના લોકોને મળશે મફત સારવાર
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Embed widget