Panchmahal: ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં મુકવામાં આવ્યા નારિયેળ વધેરવાના ઓટોમેટીક મશીન, છાલ સાથે બે સેકન્ડમાં વધેરાય જશે શ્રીફળ
પંચમહાલ: પાવાગઢ મંદીર છોલેલા નારિયળ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે બાદ મંદીર ટ્રસ્ટ દ્વારા આખા નારિયેળ વધેરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. માંચી ટેકરા ખાતે નારિયેળ વધારવા માટેના મશીનો મુકવામાં આવ્યા છે.
પંચમહાલ: પાવાગઢ મંદીર છોલેલા નારિયળ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે બાદ મંદીર ટ્રસ્ટ દ્વારા આખા નારિયેળ વધેરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. માંચી ટેકરા ખાતે નારિયેળ વધારવા માટેના મશીનો મુકવામાં આવ્યા છે. નારિયેળ વધારવા માટેના ઓટોમેટીક મશીનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. પુજા વિધિ સાથે નારિયેળ વધેરવાના મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ મશિનની ખાસ વાત એ છે કે, છોલ્યા વગરનુ નારિયેળ ઓટોમેટિક મશીનમાં મૂકતા જ બે ટુકડા થઈ જાય છે. 22 માર્ચથી મંદિરમાં છોલેલા નારીયેળ લઈ જવા પર મંદીર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અરવલ્લીમાં લેડી સિંઘમનો સપાટો
અરવલ્લી: ફરી એકવાર ગુજરાતમાં દારુબંધીના લીરેલીરા ઉડ્યા છે. અરવલ્લી ખાતે સ્ટેટ હાઇવે પર ગાંધીનગર વિજિલન્સ દ્વારા દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવી છે. દારૂની કારની પીછો કરતી વખતે મોડાસા પાસે પોલીસની ખાનગી કાર અને દારૂ ભરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિજિલન્સના મહિલા પીઆઇ ઘાયલ છે. તેમની સાથે અન્ય એક પોલીસ કર્મી પણ ઘાયલ થયો છે. દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ફિલ્મી ઢબે વિજિલન્સ પોલીસે બુટલેગરોને પીછે કર્યો હતો. મહિલા પીઆઇ એન.એચ. કુંભારએ હિંમતભેર દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. હાલમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આરોપીઓને લઈ જવામાં આવ્યા ચે.
આ અંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિજિલન્સના મહિલા પીઆઈ એન.એચ. કુંભારની હિંમતને હું બિરદાવુ છું જેમને અરવલ્લી જિલ્લાના સ્ટેટ હાઈવે પર દારૂ ભરેલી કારનો પીછો કરી ઝડપી પાડી છે. અરવલ્લી પોલીસ ભવન નજીક જ દારૂ ભરેલી કારને ટક્કર મારીને અટકાવી હતી. આ સમગ્ર ઘટનામાં વિજિલન્સના મહિલા પીઆઈ ઘાયલ થયા છે. તેમની આ બહાદુરી અને નીડર કામગીરીને હું બિરદાવુ છું. સાથે એ પણ તપાસ થાય કે અરવલ્લી જિલ્લામાં છાશવારે દારૂ ભરેલા વાહનો વિજિલન્સ ઝડપી રહી છે તો આ દારૂની લાઈનો કોણ ચલાવી રહ્યું છે તેની પણ ઝીણવટ ભરી તપાસ થાય અને જો કોઈભ્રષ્ટ પોલીસ અધિકારી કે કર્મચારી સામેલ હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરું છું.
રાજકોટ રેસકોર્ષ મેદાન ક્રિકેટ રમતો યુવક મેદાનમાં ઢળી પડ્યો
રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે. કોરોના બાદ સતત યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે તો જીમમાં કે વરઘોડામાં નાચતા હાર્ટ અટેક આવી જતાં મોત થયાના કેસ સતત વધી રહ્યાં છે. રાજકોટમાં ફરીવાર એક આવો જ કિસ્સો બન્યો છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.. આ યુવક સોની કામ કરતો હતો અને આજે રવિવારની રજા હોવાથી ક્રિકેટ રમવા ગયો હતો. આ યુવક આમતો દર રવિવારે ક્રિકેટ રમતા હતા.