શોધખોળ કરો

Banaskantha : ટ્રેન નીચે આવી જતાં યુવકના મોતથી પરિવારનો આંક્રદ, ઘટનાસ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળા

દિયોદર ભાભર ફાટક પાસે યુવાનને ટ્રેને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંધીધામ તરફથી પાલનપુર જતી ઓઇલ રેલવે ટ્રેનમાં આવી જતાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.  ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

દિયોદરઃ બનાસકાંઠામાં ટ્રેનની અડફેટે યુવકનું મોત થતા પરિવારે રોકકડ કરી મૂકી હતી. તેમજ આસપાસથી પણ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, દિયોદર ભાભર ફાટક પાસે યુવાનને ટ્રેને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંધીધામ તરફથી પાલનપુર જતી ઓઇલ રેલવે ટ્રેનમાં આવી જતાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.  ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. તેમજ ઘટના સ્થળે પરિવાર આવી જતાં આક્રંદ કરી મૂક્યો હતો.  

યુવાન ભાભરના ખારા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ખારાના રમેશજી લાધાજી ઠાકોર ૪૫ વર્ષનો યુવાન અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું. યુવાનની લાશને રેફરલ હોસ્પિટલ દિયોદર ખાતે પીએમ અર્થે ખસેડાઈ

Jamnagar : કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

જામનગરઃ લાલપુરના ઝાખર ગામની સીમમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતી નર્સ હોવાનું અને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શંકા છે. પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સીમા કાંતિભાઈ પાંડાવદરા(ઉં.વ.22)ની કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની વતની છે. તેમજ જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી અને તેની જ હોસ્પિટલમાં રહેતી હતી. 

ગત 13મી મેના રોજ સહી કરીને યુવતી બહાર નીકળી હતી. આ પછી બીજા દિવસે 14મીએ તેની લાશ મળી આવી હતી. યુવતીએ પહેરેલા કપડા પરથી તેની સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અન્ય યુવતીએ લાશ ઓળખી કાઢી હતી. યુવતી તેની બહેનપણીના કપડા પહેરીને ગઈ હોવાથી તેની ઓળખ થઈ હતી. પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરતાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે પોલીસ અનેક શકમંદોની અટક કરતી કેસ ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget