શોધખોળ કરો

બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો

જિલ્લામાં વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. જે પેઢીઓના નમૂના નિર્ધારિત ધારાધોરણ મુજબના ન હતા, તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા હાથ ધરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં 13 કેસોમાં કુલ 61 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબે આ દંડ ફટકાર્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્રારા દાખલ કરાયેલ ૧૩ કેસોમાં બનાસકાંઠા જિલ્લાના એડજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટકરની કોર્ટ દ્રારા કુલ રૂ ૬૧ લાખનો દંડ કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જિલ્લામાં જુદીજુદી ખાઘચીજોના નમુનાઓ નીચે મુજબની વિગતે લેવામાં આવેલા હતા , જે પેઢીઓના નમુના ધારાધોરણ મુજબના ન હોય તેને સંલઝ્ન તમામ જવાબ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલા હતા , જે તમામ કેસો ચાલી જતાં જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય ગેરરીતિઓ અને દંડની વિગતો:

  1. પેકેજ્ડ પીવાનું પાણી:
    • Bliteri Packaged Drinking Water: યીસ્ટ મોલ્ડ કાઉન્ટ વધુ હોવાને કારણે 5 લાખનો દંડ
    • Ballen+TM અને BALLEN+ પેકેજ્ડ પીવાનું પાણી: એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ નિયત માત્રાથી વધુ હોવાને કારણે કુલ 6 લાખનો દંડ
    • AA bioleri પેકેજ્ડ પીવાનું પાણી: એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ વધુ અને અયોગ્ય લેબલિંગ માટે 8 લાખનો દંડ
    • Ocean પેકેજ્ડ પીવાનું પાણી: એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ વધુ હોવાને કારણે કુલ 6.5 લાખનો દંડ
  2. ડેરી ઉત્પાદનો:
    • માવો અને મીઠો માવો: મિલ્ક ફેટ ઓછું હોવાને કારણે કુલ 13 લાખનો દંડ
    • Low Fat Paneer: મિલ્ક ફેટ નિયમ મુજબ ન હોવાથી અને અયોગ્ય લેબલિંગ માટે કુલ 3.5 લાખનો દંડ
  3. તેલ અને ઘી:
    • Refined palm oil: આયોડીન વેલ્યુ અને B.R. રીડિંગ નિયમ મુજબ ન હોવાથી 5 લાખનો દંડ
    • Kanak refined soyabean oil: એસિડ વેલ્યુ નિયમ મુજબ ન હોવાથી કુલ 8 લાખનો દંડ
    • ઘી (લુઝ): ફોરેન ફેટની હાજરીને લીધે 5 લાખનો દંડ
  4. અન્ય:
    • વેજ. મંચુરિયન ગ્રેવી: સિન્થેટિક કલરની હાજરીના કારણે 1 લાખનો દંડ

આ કાર્યવાહી દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પગલાંથી ઉપભોક્તાઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ

નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?Ambalal Patel | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહીTata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલરો, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલર, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી

Embed widget