News: ડીસામાં આજે સરકારી આવાસનો લોકાર્પણ કાર્યક્રમ, પીએમ મોદી લાભાર્થીઓને કરશે વર્ચ્યૂઅલ સંબંધોન
આજે બપોરે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
Banaskantha News: આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. આજે બપોરે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર વર્ચ્યૂઅલી લાભાર્થીઓને સંબોધન કરશે. જિલ્લામાં કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, રાજ્યમાં 2993 કરોડના ખર્ચે 131454 આવાસો બનાવ્યાં છે, ડીસા એરપોર્ટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.
આજે બનાસકાંઠામાં એક મોટો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. બનાસકાંઠાના ડીસામાં આજે રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાશે, આજે PM નરેન્દ્ર મોદીની તમામ લાભાર્થીઓને વર્ચ્યૂઅલ સંબોધન કરશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલની આ કાર્યક્રમ ખાસ ઉપસ્થિત રહેશે. જિલ્લામાં કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, પીએમ મોદી ગુજરાતમાં સવા લાખ લોકોને આવાસ યોજનાના મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવશે, સીએણ ભૂપેન્દ્ર પટેલ ડીસા, કુંભારીયા અને જલોત્રા ખાતે આ આવાસોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત પંડિત દીન દયાળ યોજનાનું લોકાર્પણ પણ થશે. રાજ્યમાં 2993 કરોડના ખર્ચે 131454 આવાસો બનાવ્યા છે. બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3063, આંબેડકર આવાસ યોજનાના 521 અને પંડિત દીન દયાળ યોજનાના 354 મળી કુલ 3938 આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ડીસા એરપોર્ટ ખાતે યોજાનારા આ મોટા કાર્યક્રમમાં 50,000થી વધુ લાભાર્થી લોકો ઉપસ્થિત રહેશે, એટલુ જ નહીં 50 હજાર લોકોના જમવા સહિતની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ ૯.૬૧ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી ૮.૨૮ લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૧ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૬૫,૦૦૦થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ ૫.૯૬ લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ ૩૯૩ આવાસોને મોડેલ-૦૧ અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં માળખાગત સુવિધાઓ સાથે ૫,૧૪,૧૭૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી ૬૨% આવાસો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય DBTના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ ₹૨૦,૦૦૦ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૬૩,૧૦૧ લાભાર્થીઓને ₹૧૨૬.૨૦ કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ ૧૪ જેટલા એવોર્ડ મળ્યા છે
વર્ષ-૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન ,વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે ૩ એવોર્ડ, તેમજ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના ૩ લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૧૪ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.