(Source: Poll of Polls)
બનાસકાંઠા: PM મોદીની સભામાં મંડપનો નટ-બોલ્ટ ખોલતા યુવક સામે કાર્યવાહી, શા માટે ખોલ્યો નટ-બોલ્ટ?
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સોમવારે 31 ઓક્ટોબરે જનસભા યોજી હતી.
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સોમવારે 31 ઓક્ટોબરે જનસભા યોજી હતી. આ સભામાં પીએમ મોદીએ 8 હજાર કરોડથી વધુ રુપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. બીજી તરફ આ કાર્યક્રમમાં એક સ્થાનિક યુવક આ જાહેરસભામાં બાંધવામાં આવેલા મંડપના નટ-બોલ્ટ ખોલતો હતો. યુવકની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે.
નટ-બોલ્ટ ખોલનારની પોલીસે કરી અટકાયતઃ
પીએમ મોદીની સભામાં મંડપના નટ-બોલ્ટ ખોલતો યુવક થરાદ તાલુકાના ઈઢાટા ગામનો સેંધાભાઈ રાજગોર છે. સેંધા રાજગોર 31 ઓક્ટોબરે પીએમ મોદીની સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે સભા મંડમાં લગાવાયેલી રેલિંગનો નટ બોલ્ટ ખોલીને પોતાની પાસે રાખી લીધો હતો. જો કે, આ દરમિયાન રેલીંગની સામે બેઠેલા લોકોએ તેની આ હરકતનો વીડિયો બનાવી લીધો હતો. સેંધા રોજગોરે કરેલી આ હરકતનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની અટકાયત કરીને પુછપરછ શરુ કરી છે. હાલ LCB પોલીસ સેંધા રાજગોરની પુછપરછ કરી રહી છે અને આ કૃત્ય શા માટે કર્યું તેનો જવાબ શોધી રહી છે.
Gujarat Elections 2022 Date : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે તારીખ
Gujarat Election 2022 Date: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આવતી કાલે જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ આવતી કાલે એટલે કે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે.
ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી, ત્યારબાદ વિપક્ષ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.