શોધખોળ કરો

ભારત બંધઃ જાણો ગુજરાતમાં શું રહેશે ચાલુ ને કોણે કર્યુ છે બંધનું સમર્થન

રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે

અમદાવાદઃ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે. દરમિયાન આજે ગુજરાતમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. આ બંધને પગલે રાજ્યભરમાં પોલીસ ખડેપગે ઉભી રહી છે. રાજયમાં પ્રવેશવાની તમામ ચેકપોસ્ટો ઉપર જતા આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે. સાથો સાથ દરેક જિલ્લાઓમાં પ્રવેશવાના તમામ નાકા ઉપર પણ ચેકપોસ્ટો ઉભી કરી દેવામાં આવી છે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે, વધુમાં તેમણે કહ્યું કે, 144 ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારથી વધારે લોકોએ ભેગા ન થવું. અમદાવાદ,  જમાલપુર, સાણંદ, બાવળા, જેતલપુર ઉપરાંત ધોળકા એપીએમસીએ બંધને સમર્થન આપ્યુ નથી. તેઓએ એપીએમસીમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે કૃષિ કાયદાને સમર્થનને લગતા પોસ્ટરો લગાવાયાં હતાં. ખેડૂતોના સમર્થનમાં અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકો પણ બંધમાં જોડાશે. ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટી, અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન, જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન, એરપોર્ટ રિક્ષા ચાલક યુનિયન જેવા રિક્ષા ચાલકોના વિવિધ યુનિયનોએ બંધને ટેકો જાહેર કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યના આશરે 4000 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ સંચાલકો આ બંધમાં જોડાશે નહીં તેવું એસોસિએશને જાહેર કર્યું છે. 3 કંપનીના ચાર હજાર કરતા વધારે પેટ્રોલ પંપ મંગળવારે રાબેતા મુજબ કાર્યરત રહેશે તેમ એસોસિએશને જણાવ્યું છે.
બંધને સમર્થન આપીને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એપીએમસી-માર્કેટયાર્ડ બંધ રહેશે. ભારતીય કિસાન સંઘ અને ભાજપ પ્રેરિત એપીએમસી બંધથી અળગા રહેશે. 23 સંસ્થાઓ એ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો. અમરેલી ઉપરાંત રાજકોટ, ગોડલ, ધ્રોલ , જસદણ , જામ જોધપુર , જૂનાગઢ, વિસાવદર, જામ ખંભાળિયા, હળવદ, ઉપલેટા , કાલાવડ, જામનગર સહિતના શહેરોમાં માર્કેટિંગ યાર્ડ ઉપરાંત એપીએમસી ભારત બંધના સમર્થનમાં બંધ પાળશે. મોરબી, વાંકાનેર, વિસનગર સહિતના શહેરોમાં વેપારીઓ બજાર બંધ પાળશે. ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે થઈ શકે છે માવઠું  Bharat Bandh LIVE Updates: વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે  પર ટાયર સળગાવ્યા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
Embed widget